Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશસ્થાનિક સમાચાર

વલસાડ ગ્રામ પંચાયતનું 71.04 ટકા મતદાન

વલસાડ જિલ્લામાં ગ્રામ પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં વહેલી સવારથી મોટી સંખ્યામાં લોકો લાંબી કતારોમાં જોવા મળ્યા હતાં. જેની પાછળનું મુખ્ય કારણ એ હતું કે, આ ચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાન શરૂ થયું હતું, જેના કારણે સરપંચ અને વોર્ડના સભ્યો માટે અલગ-અલગ બેલેટ પેપર મતદારોને આપવામાં આવી રહ્યા હતા.

વલસાડ જિલ્લામાં 302 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે રવિવારે વહેલી સવાર એટલે કે 19 ડિસેમ્બરના રોજ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌથી વધુ મતદાન ધરમપુર તાલુકામાં 82.11 ટકા નોંધાયું છે. ધરમપુરમાં કુલ 91,514 મતદારોએ મતદાન કર્યું છે. જેમાં 45,112 સ્ત્રી અને 46,402 પુરુષ મતદારોએ મતદાન કરતા જિલ્લામાં સૌથી વધુ મતદાન 82.11 ટકા મતદાન નોંધાયું છે.

વલસાડ જિલ્લામાં કુલ 71.04 ટકા જેટલું અંદાજિત મતદાન નોંધાયું છે. ત્યારે સૌથી ઓછું મતદાન વાપી તાલુકામાં 58.69 ટકા જેટલું નોંધાયું છે. વાપીના મતદારોમાં મતદાન પ્રત્યે ઉત્સાહ ખૂબ ઓછો જોવા મળ્યો હતો. વાપીમાં કુલ 47,056 મતદાન કર્યું જેમાં 18035 સ્ત્રી અને 29021 પુરુષ મતદારોએ મતદાન કર્યું છે.

જિલ્લામાં સાંજે 6ના ટકોરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો સમય પૂર્ણ થયા બાદ તમામ સ્થળેથી મતપેટી અને મતદાન મથકના કર્મચારીઓ ડિસ્પેચિંગ સેન્ટર ઉપર પરત ફરયા હતા. તાલુકા મથકે બનેલા ડિસ્પેચિંગ સેન્ટર મોડી રાત સુધી ધમધમતા જોવા મળ્યા હતા.

વલસાડ જિલ્લામાં 6 તાલુકામાં સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ 71.04 ટકા મતદાન નોંધાયું છે. જેમાં વલસાડ તાલુકામાં 65.45 ટકા, પારડીમાં 71.89 ટકા, વાપીમાં 58.69 ટકા, ઉમરગામ 65.83 ટકા, કપરાડા 81.51 ટકા, જ્યારે ધરમપુરમાં 82.11% મતદાન નોંધાયું છે. વલસાડ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 71.04 ટકા મતદાન નોંધાયું છે. જોકે કુલ 7,78,855 મતદારો પૈકી 5,53,311 મતદારોએ મતદાન કર્યું છે. જેમાં 2,84,686 પુરુષ મતદાર અને 2,68,625 સ્ત્રી મતદારોએ મતદાન છે.

તારીખ 21 ડિસેમ્બરના રોજ વલસાડ જિલ્લાના વિવિધ તાલુકા મથકો ખાતે મતગણતરી શરૂ થશે. વિવિધ રાઉન્ડમાં મતગતરી કરવામાં આવશે. બેલેટ પેપર હોવાને કારણે ગણતરી પ્રક્રિયા વધુ લાંબી ચાલશે તેવું ધ્યાને રાખી તંત્રએ એ મુજબ વ્યવસ્થા ગોઠવવી શરૂ કરી દીધી છે.

संबंधित पोस्ट

પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં નવી દિલ્હી ખાતે ગુજરાતના ટેબ્લોએ હેટ્રીક સર્જીને સતત ત્રણ વર્ષ પોપ્યુલર ચોઈસ કેટેગરીમાં વિજેતા બનીને પ્રાપ્ત કરેલી ટ્રોફી રાજ્યમંત્રી મંડળની બેઠકમાં પ્રસ્તુત કરવામાં આવી

Gujarat Desk

ગોવામાં રહી ગુજરાતમાં દારૃનું નેટવર્ક ચલાવતો બિશ્નોઇ ગેંગના મુખ્ય સાગરીત ઝડપાયો

Gujarat Desk

સોમનાથ થી હરિદ્વાર સુધીની સીધી ટ્રેન શરૂ કરવા જૂનાગઢવાસીઓની માંગ

Karnavati 24 News

ISI માટે જાસૂસી કરવાના આરોપમાં રાજસ્થાનના 1 વ્યક્તિની ધરપકડ, પાકિસ્તાની હેન્ડલર દ્વારા હનીટ્રેપમાં ફસાયો

Gujarat Desk

યુવરાજ સિંહ IPL 2027 માં દિલ્હી કેપિટલ્સ કોચિંગ સ્ટાફમાં જોડાશે

Gujarat Desk

પ્રત્યેક પરિવાર સ્વચ્છતાનો સંકલ્પ લે, શુભ દિવસોની ઉજવણી એક વૃક્ષ વાવીને કરે તો સમાજમાં મોટું યોગદાન થશે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

Gujarat Desk