Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ટેકનોલોજી

મોબાઈલ એપમાંથી લોન લેતા પહેલા વિચારજો,લોનનો હપ્તો ન ભરી શકનાર વેપારીની પત્નીનો ફોટો અશ્લીલ કરી વાઈરલ કર્યો

હેન્ડ કેશ એપ માંથી લોન લેવું એક દંપતીને ભારે પડયું હતું. લોનનો હપ્તો સમયસર ન ભરી શકતા કંપનીએ વેપારીની પત્નીનો ફોટો મોર્ફ કરી નગ્ન સ્ત્રીના બોડી સાથે મેચ કરી વાઈરલ કરી દેતા દંપતી કફોડી સ્થિતિમાં મુકાઈ ગયું હતું. આ મામલે દંપતીએ સાઈબર ક્રાઈમમાં ફરિયાદ કરતા પોલીસે વિકૃત કૃત્ય કરનાર હેન્ડ કેશ એપના ઉઘરાણી ટીમના સભ્યને યુપીમાંથી ઝડપી લીધો હતો. આ અંગેની વિગત એવી છે કે અમદાવાદમાં પોશ વિસ્તારમાં રેડીમેડ ગાર્મેન્ટનો ધંધો કરતા યુવાનને લોકડાઉનમાં ધંધામાં નુકશાન જતા રૂપિયાની જરૂર પડી હતી પરંતુ તેનું સીબીલ યોગ્ય નહીં હોવાથી બેન્ક-ફાયનાન્સ કંપનીમાંથી લોન મળી શકે તેમ નહોતું. આથી વેપારીએ મોબાઈલ એપ પરથી હેન્ડ કેશ એપ પરથી પત્નીના નામે લોન લીધી હતી. હવે નિશ્ચીત સમયમાં હપ્તો ભરવામાં નિષ્ફળ જતા ગાળાગાળી થઈ હતી, એટલું જ નહીં. ઉઘરાણી વિભાગના કર્મચારીએ વેપારી દ્વારા આપવામાં આવેલ પત્નીના ફોટાને મોર્ફ કરીને તેના પર ન્યુડ મહિલાની બોડી સેટ કરી તે તસ્વીરો દંપતી ઉપરાંત તેમના પરિવારના સભ્યો અને મિત્રોને વાયરલ કરી દીધી હતી, જેથી ભાંગી પડેલા વેપારીએ સાઈબર ક્રાઈમમાં ફરિયાદ કરતા પોલીસે યુપીમાંથી આરોપીને ઝડપી લીધો હતો.

संबंधित पोस्ट

દિવાળી પહેલા Appleએ આપ્યો ઝટકો, જૂના IPad 6,000 રૂપિયા સુધી થયા મોંઘા

Admin

ગુજરાતમાં 99.97 ટકા ગ્રામ પંચાયતોમાં ઓપ્ટીકલ ફાઈબર કનેક્ટિવિટી થી કનેક્ટ કરવામાં આવશે

Karnavati 24 News

Hyundaiની Venue N Line લોન્ચ, આ SUV Creta કરતાં મોંઘી

Xiaomi બ્લાસ્ટ, ત્રણ નવા સ્માર્ટ ટીવી લોન્ચ, મળશે મોટી સ્ક્રીન અને એ પણ ઓછી કિંમતમાં

Admin

કોઈ નહીં ચોરી શકે તમારું વોલેટ, તરત જ વાગવા લાગશે એલાર્મ જાણો સમગ્ર વિગતો.

Karnavati 24 News

WhatsAppએ ભારતમાં 23 લાખ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ, આ છે કારણ, તમે પણ કરી શકો છો ફરિયાદ

Karnavati 24 News