Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

અરવિંદ કેજરીવાલ, ભગવંત માનના રોડ શો હજારોની સંખ્યામાં જોવા મળી રહી છે ભીડ

આપના બન્ને દિગ્ગજ નેતાઓ અરવિંદ કેજરીવાલ અને પંજાબના નવા જ બનેલા મુખ્યમંત્રી ભગવંત માન અા બન્ને આજે ગુજરાતના પ્રવાસે છે અને તેમના બન્નેનો ભવ્ય રોડ શો નિકોલ વિસ્તારમાં યોજાવા જઈ રહ્યો છે ત્યારે નિકોલ વિસ્તારમાં ધોમધખતા તાપમાં પણ હજારોની સંખ્યામાં આપના કાર્યકર્તાઓ સહીતના લોકો અેકત્રિય અત્યારથી જ થઈ ચૂક્યા છે.

નિકોલ ઉત્તમ નગર પાસે આવેલા ખોડિયાર મંદિરથી રોડ શોની શરૂઆત ટૂંક જ સમયમાં થશે. દોઢ કલાકથી 2 કલાક જેટલો રોડ શો ચાલશે. જો કે આ પહેલા આ રોડ શો નિકોલ ગામ ખોડીયાર મંદિરથી શરૂ કરી ઠક્કરબાપા નગર બ્રિજના છેડા સુધી હતો. રોડ શો શા માટે ટૂંકાવવામાં આવ્યો તેને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના ઘરે થયેલા હુમલા બાદ તેમની સુરક્ષા વધારવામાં આવી છે. આજે જ ગાંધી આશ્રમની બન્ને નેતાઓની મુલાકાતમાં ગાંધી આશ્રમમાં પણ 2 ડીસીપી અને એસપી સહિતના અધિકારીઓ બંદોબસ્તમાં હાજર હતા.
ગઈ કાલે બેનરો ઉતારી લેવાતા આપના કાર્યકર્તાઓ રોષે ભરાયા હતા. અસારવા વિસ્તારમાં જ રોડ શોના બેનરો ઉતારી લેવામાં આવ્યા હતા. આપના કાર્યકર્તાઓનું ગઈકાલે પ્રેસ કોન્ફરન્સમાં અેવું કહેવું હતું કે, બીજેપી બન્ને નેતાઓની એકસાથેની મુલાકાતમાં ભાજપ સરકાર ડરી ગઈ છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જો કે મોટી સંખ્યામાં આ રૂટની અંદર આપના કાર્યકર્તાઓ અને સમર્થનો વગેરે અત્યારથી જ જોડાઈ ચૂક્યા છે.

संबंधित पोस्ट

વલસાડ જિલ્‍લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા સંકલન – વ- ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

ટંકારાના લખધીરગઢ ગામે સહકારી અગ્રણી સ્વ. વાઘજીભાઈ બોડાની પ્રતિમાનું અનાવરણ

Karnavati 24 News

ભાજપના ધારાસભ્યોએ મોરચો ખોલ્યો, જાણો કોણે શું કરી છે માંગ

Admin

ગાંધીનગરમાં છાવણી ખાતે દિવ્યાંગ ભાઈઓ-બહેનોએ પોતાની માંગણીઓ સ્વીકારવા આંદોલન કર્યું,સરકાર હવે દિવ્યાંગ ભાઈઓ-બહેનોના આંદોલનથી ચિંતિત

મલ્લિકાર્જુન ખડગે મોડી રાત્રે અમદાવાદ પહોંચ્યા, આજે ચૂંટણી પ્રચાર શરૂ કરશે

ભારતીય જનતા પાર્ટી ના રામોલ હાથીજણ બૂથ ઇન્ચાર્જ ચિરાગ દેસાઈ ની શુભેચ્છા મુલાકાત

Karnavati 24 News