Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ટેકનોલોજી

દિવાળી પહેલા Appleએ આપ્યો ઝટકો, જૂના IPad 6,000 રૂપિયા સુધી થયા મોંઘા

સામાન્ય રીતે એપલની નવી પ્રોડક્ટ લોન્ચ થયા બાદ જૂની પ્રોડક્ટ સસ્તી હોય છે પરંતુ આ વખતે મામલો જરા અલગ છે. iPhone 14 સિરીઝના લોન્ચ થયા બાદ iPhone 13 અને 12 સિરીઝ સસ્તી થઈ ગઈ પરંતુ iPhone SE સિરીઝ મોંઘી થઈ ગઈ. એપલે તાજેતરમાં જ 10મી જનરેશન આઈપેડ અને આઈપેડ પ્રો લોન્ચ કરી છે તેમજ આઈપેડ મીની અને આઈપેડ એરને મોંઘા કર્યા છે. iPad mini અને iPad Airની કિંમતોમાં 6,000 રૂપિયા સુધીનો વધારો થયો છે.

iPad mini 2021 માં લોન્ચ કરવામાં આવી હતી, જેની કિંમત હવે 49,900 રૂપિયા છે. આ કિંમત 64GB + Wi-Fi મોડલની છે. તેની કિંમતમાં 3,000 રૂપિયાનો વધારો થયો છે. તે જ સમયે, 6GB + LTE મોડલની કિંમત હવે 64,900 રૂપિયા અને 256GB + Wi-Fi 64,900 રૂપિયા થઈ ગઈ છે. iPad miniનું 256GB + LTE વર્ઝન હવે 79,900 રૂપિયામાં ખરીદી શકાય છે.

iPad Air 2022 માટે 64GB + Wi-Fi ની કિંમત અગાઉ 54,900 રૂપિયાથી વધીને 69,900 રૂપિયા થઈ ગઈ છે. iPad Air 2022નું 64GB + LTE રૂ. 74,900માં અને 256GB + Wi-Fi રૂ. 74,900માં અને 256GB + સેલ્યુલર મોડલ રૂ. 89,900માં ખરીદી શકાય છે.

તમને યાદ અપાવીએ કે, iPad (10th Gen) રૂ. 44,900ની પ્રારંભિક કિંમતે લોન્ચ કરવામાં આવ્યું છે અને નવો iPad Pro રૂ. 81,900ની પ્રારંભિક કિંમતે લોન્ચ કરવામાં આવ્યો છે. HDFC બેંક કાર્ડ અથવા અમેરિકન એક્સપ્રેસ કાર્ડ્સ પર 7,000 કેશબેક ઉપલબ્ધ છે.

संबंधित पोस्ट

 રાજકોટ સહિત દેશભરમાં ઓપો મોબાઇલના ડીલર્સને ત્યા ITના દરોડા

Karnavati 24 News

સૌથી વધુ વેચાતા સ્કૂટર્સઃ ઓલાએ ઈલેક્ટ્રિક સ્કૂટરને પાછળ છોડી દીધું, હોન્ડા એક્ટિવાએ 1 લાખથી વધુ યુનિટ વેચ્યા

Karnavati 24 News

આ દમદાર SUV સામે બધી Hyundai કાર ફેલ, સૌથી વધુ વેચાઈ, 8.3 લાખમાં ખરીદી

Admin

Appleએ ચીનને આપ્યો ઝટકો, પેગાટ્રોને ભારતમાં IPhone 14નું ઉત્પાદન કરવાનું કર્યું શરૂ

Admin

Lavaએ લોન્ચ કર્યો સસ્તો ફોન, કિંમત 9 હજાર રૂપિયાથી ઓછી, 6GB રેમ અને 5000mAh બેટરી

Admin

આ કંપનીએ એક સાથે લોન્ચ કર્યા 3 સ્માર્ટ ટીવી, 4K રિઝોલ્યુશન સાથે મળશે ડોલ્બી ઓડિયો

Karnavati 24 News