Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કોમનવેલ્થ ગેઈમ્સ ફેડરેશનના પ્રેસિડેન્ટ ક્રિસ જેન્કીન્સની ગાંધીનગરમાં મુલાકાત


રમતગમત ક્ષેત્રના ભાવિ વિકાસ અને આગામી સમયમાં યોજાનારા ઇન્ટરનેશનલ સ્પોર્ટસ ઇવેન્ટ અંગે વિચાર પરામર્શ

(જી.એન.એસ) તા. 29

ગાંધીનગર,

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના પ્રેસિડેન્ટ શ્રીયુત ક્રિસ જેન્કીન્સ OBEએ ગાંધીનગરમાં લીધી હતી. મુખ્યમંત્રીશ્રી સાથેની આ શુભેચ્છા મુલાકાત બેઠક દરમિયાન તેમણે રમતગમત ક્ષેત્રના ભાવિ વિકાસ અને આગામી સમયમાં ભારતમાં યોજાનારા ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ ઇવેન્ટ અંગે વિચાર પરામર્શ કર્યા હતા.

ગુજરાતમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જે સસ્ટેઈનેબલ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું થયું છે તેનો મહત્તમ લાભ યુવા ખેલાડીઓ સહિત ખેલકૂદ પ્રતિભાઓને મળે છે તેની ભૂમિકા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આપી હતી. એટલું જ નહિ, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ખેલ મહાકુંભ તથા ખેલો ઇન્ડિયા જેવા વિરાટ આયોજન સફળતાપૂર્વક પાર પડ્યા છે તે અંગે પણ કોમનવેલ્થ ગેઈમ્સ ફેડરેશનના પ્રેસિડેન્ટને તેમણે માહિતગાર કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત ૨૦૨૫માં કોમનવેલ્થ વેઈટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ્સ તેમજ ૨૦૨૮માં અંડર ૨૦ એથલેટીક્સ ચેમ્પિયનશિપ્સ અને ૨૦૨૯માં વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેઈમ્સ જેવી પ્રતિષ્ઠિત વૈશ્વિક રમત સ્પર્ધાઓના આયોજન માટે સજ્જ થઈ રહ્યું છે તે અંગે પણ વાતચીત કરી હતી. મુખ્યમંત્રીશ્રી સાથેની આ બેઠક દરમિયાન કોમનવેલ્થ ગેઈમ્સ ફેડરેશનના પ્રેસિડેન્ટ શ્રીયુત ક્રિસ જેન્કીન્સે  પણ કોમનવેલ્થ ગેઈમ્સના ૨૦૨૬-૨૦૩૦ના રોડમેપ તથા ગેઈમ્સ રિસેટ ફ્રેમવર્કની જાણકારી આપી હતી.

તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, રમત ગમત સ્પર્ધાના યજમાન રાષ્ટ્રને ઓછું નાણાંકીય ભારણ આવે તથા નાણાંકીય સ્થિરતા મળે તે માટે જે તે રાષ્ટ્રના હયાત સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વધુ ને વધુ ઉપયોગ રમતોના આયોજનો માટે કરવાની નેમ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય સ્તરની વિરાટ રમતોના આયોજનોમાં કોમનવેલ્થ ગેઈમ્સ ફેડરેશનના અનુભવ જ્ઞાનના સહયોગથી સાથે મળીને કામ કરવાની તત્પરતા પણ આ મૂલાકાત બેઠકમાં દર્શાવી હતી.

મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના અગ્ર સચિવ શ્રી અશ્વિનીકુમાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ શ્રી નિનામા તથા સચિવ શ્રી વાળા વગેરે પણ આ શુભેચ્છા મુલાકાત બેઠકમાં જોડાયા હતા.

संबंधित पोस्ट

સુરત: યોગી આદિત્યનાથને ફરી ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી બનાવવા માટે ઓલપાડમાં મહાયજ્ઞનું કરાયું આયોજન.!

Karnavati 24 News

૮ વર્ષની ભાણેજને અડપલાં કર્યા બાદ માથું પછાડી કૌટુંબિક મામા દ્વારા હત્યા કરવામાં આવી

Gujarat Desk

શ્રી ભુપેન્દ્રભાઈની સરકારમાં કોઈની લાલીયાવાડી નહીં ચાલે : શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

Gujarat Desk

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મુખ્ય સચિવ શ્રી પંકજ જોશીને ઉષ્માભેર આવકારીને શુભકામનાઓ પાઠવી

Gujarat Desk

કંબોઈ થી દેલમાલ સુધી 5 કિમી નો રોડ ઉબડ ખાબડ,વાહનચાલકો પરેશાન

Karnavati 24 News

જુલાઈ માસમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં ૯૩%નો નોંધપાત્ર ઉછાળો…!!

Gujarat Desk