Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

તુવેર પાકની ટેકાના ભાવે ખરીદી માટે રાજ્ય સરકારનો નિર્ણય



રાજ્યમાં ટેકાના ભાવે તુવેરની ખરીદી માટે ૨૦૬ ખરીદ કેન્દ્રો સૂચિત કરાયા

ટેકાના ભાવે તુવેરનું વેચાણ કરવા ખેડૂતો આગામી તા. ૩ થી ૨૦ ફેબ્રુઆરી સુધી ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવી શકશે

(જી.એન.એસ) તા. 29

ગાંધીનગર,

ગુજરાતના ખેડૂતોને પોતાના ઉત્પાદિત પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા શુભ આશયથી કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં આગામી સમયમાં તુવેર પાકની ટેકાના ભાવે ખરીદી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. ટેકાના ભાવે તુવેરનું વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતોએ આગામી તા. ૩ થી ૨૦ ફેબ્રુઆરી-૨૦૨૫ સુધીમાં ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે.

ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફતે નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર વિનામૂલ્યે નોંધણી કરાવી શકશે. રાજ્યમાં તુવેર પાકના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને ખરીદી માટે કુલ ૨૦૬ ખરીદ કેન્દ્રો સૂચિત કરવામાં આવ્યા છે.

કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે ખાતરી આપી છે કે, ખેડૂતો પાસેથી તુવેર પાકની પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે. ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા તમામ આગોતરૂ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યમાં તુવેર પકવતાં ખેડૂતોને ખરીદીનો મહત્તમ લાભ લેવા માટે પણ કૃષિ મંત્રીએ અનુરોધ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન હેઠળ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે વિવિધ પાકોની ખરીદી કરવામાં આવે છે. આ વર્ષે તુવેર પાકનું વાવેતર થાય તે પહેલા જ તુવેર માટે રૂ.૭૫૫૦ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો હતો, જેથી ખેડૂતો નિશ્ચિંત થઈને તુવેર સહિતના પાકોનું મબલખ વાવેતર કરી શકે.

संबंधित पोस्ट

શ્રી અમરનાથ યાત્રા 2025: આ વર્ષની પવિત્ર યાત્રા માત્ર 38 દિવસ માટેજ યોજાશે

Gujarat Desk

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક બગડતા શિમલાની ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ (IGMC) હોસ્પિટલમાં દાખલ 

Gujarat Desk

રાજ્યમાં છેલ્લાં બે વર્ષમાં અનુસૂચિત જાતિના ૨૧૬૦ ખેડૂતોને નવા વીજજોડાણ ખર્ચમાં રૂ. ૨૨૫ લાખથી વધુની રાહત અપાઈ: ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ

Gujarat Desk

બિહાર વિધાનસભા ચૂંટણી: આજે બિહારમાં પહેલા તબક્કાનું મતદાન યોજાશે

Gujarat Desk

નિફટી ફ્યુચર ૨૪૪૦૪ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

Gujarat Desk

ઉત્તરાખંડના યમુનોત્રી હાઇવે પર બરફવર્ષાથી જનજીવન ખોરવાયું; 200 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું

Gujarat Desk