Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

જામનગર નજીકના દરેડ ગામે માતાના ઠપકાથી લાગી આવતા પરપ્રાંતિય યુવાનનો આપઘાત

જામનગર નજીકના દરેડ ગામે અને ઔદ્યોગિક વિસ્તારમાં મજૂરી કામ કરતાં એક પરપ્રાંતિય યુવાને ભાડાની ઓરડીમાં ગળાફાંસો ખાઇ જીવતરનો અંત આણ્યો છે. નિયમિત મજૂરી કામે ન જતાં મૃત્તકને તેની માતાએ વતનમાં ચાલ્યું જવાનું રહેતાં તેને લાગી આવ્યું હતું અંતિમ પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું છે. જામનગરમાં આપઘાતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેની વિગત મુજબ જામનગર નજીકના દરેડ જીઆઇડીસી વિસ્તારમાં મસીતિયા રોડ પર મુરલીધર સોસાયટી પાછળ આવેલ ખોલીની ઓરડીમાં રહેતાં દેવપ્રકાશ અંબાપ્રકાશ ગંગવાર (ઉ.વ.25) નામના મૂળ ઉત્તરપ્રદેશના પરપ્રાંતિય યુવાને ગઇકાલે સાંજે સાતેક વાગ્યે પોતાના ઘરે લોખંડના પાઇપમાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. મૃત્તક યુવાનના માતા પ્રેમવતીબેન ગંગવારે આ બનાવ અંગે પંચકોષી બી ડિવિઝન પોલીસ દફતરને જાણ કરી હતી. જેને લઇને ઘટનાસ્થળે પહોંચેલ પોલીસે મૃત્તકનો કબ્જો સંભાળી, જી.જી.હોસ્પિટલ ખસેડી પીએમ વિધી પાર પાડી હતી. આ બનાવ અંગે પોલીસે મૃત્તકના માતાનું નિવેદન નોંધ્યું હતું. જેમાં મૃત્તક નિયમિત મજૂરી કામ કરવા ન જતો હોવાથી તેને વતનમાં ચાલ્યા જવાનું કહ્યું હતું. માતાએ વતનમાં ચાલ્યા જવાનું કહેતા યુવાને અંતિમ પગલું ભરી લીધું હોવાનું જાહેર થયું છે.

संबंधित पोस्ट

મોટી ખાવડી ખાતે મજુરી કામ કરતા સખ્સે અનેક મહિલાઓની વોટ્સએપમાં પજવણી કરી

Karnavati 24 News

યુવતીના પરિવારને પ્રેમ લગ્ન મંજુર ન હોય: યુવતીનું અપહરણ કરી યુવકને ધોકાવી મારી નાખનાર ત્રણ શખ્સો ઝડપાયા

Karnavati 24 News

कुल्हाड़ीयों के हमले में कई पुलिसकर्मी घायल, हालत गंभीर, बलात्कारी को मध्य प्रदेश गिरफ्तार करने गई पुलिस टीम।

Admin

ગાંધીનગર સેક્ટર-21 પોલીસ દ્વારા નકલી ડિગ્રી વેંચતાની કરી ધરપકડ, 50 હજારમાં વેંચતા હતા નકલી ડિગ્રી

Karnavati 24 News

ભિલોડાના કડવથમાં મહિલા સાથે બિભત્સ વર્તન કરી તેના પતિ પર ચપ્પુથી હુમલો

હળવદ તાલુકામાં તસ્કરોનું નાઈટ પેટ્રોલિંગ, મંદિરને નિશાન બનાવી ચોરી કરી

Karnavati 24 News