Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

જામનગર જિલ્લાની 87 ગ્રામ પંચાયત બિનહરીફ જાહેર થઈ

(જી.એન.એસ) તા. 12

જામનગર,

જામનગર જિલ્લાની કુલ 266  ગ્રામ પંચાયતોમાં આગામી 22 જૂને સામાન્ય, વિભાજન અને મધ્યસત્ર ચૂંટણીઓ માટે મતદાન થશે. આ 266 પૈકી 87 ગ્રામ પંચાયતોમાં સરપંચ અને સભ્યોની બિનહરીફ વરણી થઈ શકી છે, બાકીની પંચાયતોમાં ચૂંટણીઓ યોજાશે. જામનગર તાલુકામાં કુલ 65 પંચાયતોની ચૂંટણીઓ જાહેર થઈ છે, જે પૈકી 20 સરપંચ બિનહરીફ જાહેર થયા છે. કાલાવડ તાલુકાની 72 પંચાયત પૈકી 25 પંચાયતમાં સરપંચ બિનહરીફ અને સાથે સભ્ય પણ બિનહરીફ જાહેર થયા. 

લાલપુર તાલુકાની 47 પંચાયત પૈકી 11 પંચાયતોમાં સરપંચ સભ્ય બિનહરીફ થયા છે. જામજોધપુર તાલુકાની 34 પંચાયતો પૈકી 10 ગ્રામ પંચાયત સમરસ બની છે. ધ્રોલની 24 માંથી 12 અને જોડિયાની 24 માંથી 9 પંચાયતો બિનહરીફ જાહેર થઇ છે.

જિલ્લાની સ્થિતિ જોઈએ તો કુલ પંચાયત 266 માંથી સરપંચ બિનહરીફ જાહેર થયા હોય એવી પંચાયત 86, કુલ 1188 સભ્ય બિનહરીફ થયા છે. જયારે સરપંચપદ માટે ચૂંટણીઓ લડી રહેલા ઉમેદવાર 407 અને સભ્યપદ માટે હજુ 1893 ઉમેદવાર મેદાનમાં છે.

संबंधित पोस्ट

પોતાને FMCG, ફ્રેન્ચાઇઝી કિંગ કહેનારા નીરવ મુકેશ શર્માનું ૨.૮૨ કરોડ નું કૌભાંડ!

Gujarat Desk

હવામાન વિભાગની આગાહી: બંગાળની ખાડી પર સિસ્ટમ સક્રિય, નવરાત્રિમાં વરસાદ ગરબા ખેલૈયાઓ ને અપસેટ કરી શકે છે

Gujarat Desk

સુતત માં બોગસ કબ્જા રસીદ તૈયાર કરી જમીન વહેંચી મારનાર ની કતારગામ પોલીસે ધરપકડ કરી

Karnavati 24 News

રાજકોટ ટી.આર.પી ગેમઝોન આગનીકાંડના મૃતકોને ન્યાય અપાવવા માટે રેલી શરૂ થતાજ પોલીસ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી 

Gujarat Desk

રાજ્યમાં તાલુકા વિકાસ અધિકારીની ૨૪૮માંથી ૨૦૫ જગ્યા ભરાયેલી છે: પંચાયત રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડ

Gujarat Desk

ટ્રમ્પના દેશનિકાલના ધ્યેયને પૂર્ણ કરવા માટે ICE દ્વારા કુટુંબને અલગ કરવાની અને અનિશ્ચિત સમય માટે અટકાયતની ચેતવણી આપી

Gujarat Desk