Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

હવામાન વિભાગની આગાહી: બંગાળની ખાડી પર સિસ્ટમ સક્રિય, નવરાત્રિમાં વરસાદ ગરબા ખેલૈયાઓ ને અપસેટ કરી શકે છે

(જી.એન.એસ) તા. 21

ગાંધીનગર/ અમદાવાદ,

છેલ્લા 3 દિવસથી હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘરાજા ફરી મનમૂકીને વરસ્યા છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 104 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ નર્મદાના નાંદોદમાં 4.69 ઈંચ વરસ્યો છે. જ્યારે છોટાઉદેપુરના બોડેલીમાં 3.94 ઈંચ વરસાદ નોંધાયો છે. તેમજ પંચમહાલના હાલોલમાં 3.70 ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત રાજ્યના 11 તાલુકામાં પણ 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે 20 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

બીજી તરફ હવામાન વિભાગે નવરાત્રીમાં મેઘરાજા વિઘ્ન બનશે તેવી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી ઝાપટાં પડે તેવી આગાહી કરી છે. જેના કારણે નવરાત્રીમાં વરસાદનું વિઘ્ન આવી શકે છે. મધ્ય ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની પડે તેવા એંધાણ વ્યક્ત કરવામાં આવ્યા છે. ખાસ કરીને સુરત અને ભરૂચમાં વરસાદની આગાહી કરી છે.અમદાવાદમાં 24 સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતા રહેલી છે.નવરાત્રીના પહેલા દિવસે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતાના કારણે ખેલૈયાઓ પર ચિંતાના વાદળ છવાઈ શકે છે.

આજથી થી નવરાત્રિના પ્રથમ નોરતા સાથે જ નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. અને આ નવરાત્રિ પહેલા હાલ દરરોજ વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ખેલ્યાઓ વરસાદને લઈને ચિંતિત થઈ ઉઠ્યા છે. તેમની આ ચિંતામાં વધારો કરે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. 

આગાહી મુજબ બંગાળની ખાડી પર એક નવી સિસ્ટમ બની રહી છે, જેના કારણે આગામી અઠવાડિયે વરસાદનો એક રાઉન્ડ આવી શકે તેમ છે. આ વરસાદ 1 ઓક્ટોબર સુધી રહે તેવી પુરેપુરી શકયતાઓ છે. રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદ પડવાની પણ શકયતા છે. આમ નવરાત્રિની શરૂઆતમાં જ વરસાદની આગાહીથી નોરતાના નવ દિવસોમાં વિઘ્ન આવી શકે તેમ છે.

संबंधित पोस्ट

જામનગર મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું; ગેરકાયદેસર 51 જેટલી દુકાનો તોડી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી

Gujarat Desk

લંડન વિરોધ: પ્રતિબંધિત જૂથ પેલેસ્ટાઇન એક્શન વિરુદ્ધ રેલીમાં 425 થી વધુ પ્રદર્શનકારીઓની ધરપકડ

Gujarat Desk

દિલ્હી હાઈકોર્ટે ઝેરી હવા પર કાર્યવાહી કરવાની માંગ કરી: ‘એર પ્યુરિફાયર પર GST ઘટાડો અથવા સ્વચ્છ હવા આપો’

Gujarat Desk

આજનું પંચાંગ (૧૧/૦૧/૨૦૨૬)

Gujarat Desk

ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયમાં બે દિવસીય રાષ્ટ્રીય સંગોષ્ઠી અને પ્રાધ્યાપક સંમેલનમાં દેશભરના પ્રાધ્યાપકો અને સાહિત્યકારો ઉપસ્થિત થયાં.

Gujarat Desk

પરિક્રમાનો આજે મધ્યરાત્રીથી પ્રારંભ થાય એ પૂર્વે ત્રણેક લાખ યાત્રિકો ઉમટીયા

Admin