Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
राजनीति

ચેટી ચંડ દિવસની સાંસ્કૃતિક ઉજવણીમાં સિંધી સમાજ સાથે સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિંધી સમાજના ચેટી ચંડ દિવસની  અમદાવાદમાં આયોજિત ઉજવણીમાં ઉત્સાહ-ઉમંગથી છલકાતાં સિંધી પરિવારો સાથે સહભાગી થયા હતા.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજીત ચેટી ચંડ પર્વના સાંસ્કૃતિક કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર સિંધી પરિવારોને ચેટી ચંડની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન  નરેન્દ્ર ભાઇ મોદીએ દેશનાં સૌ નાગરિકોને આપણી વિરાસત ઉપર ગર્વ લઇને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવાની હાકલ કરી છે ત્યારે આપણા વારસા, આપણી સંસ્કૃતિ અને આપણી પરંપરાઓને ઉજાગર કરવા આપણે સૌએ સંકલ્પબદ્ધ થવાનું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું કે, ચેટીચંડ એ માત્ર તહેવાર નથી પણ સિંધી સમુદાયના સંઘર્ષ અને તેમની જીંદાદીલીની ઉજવણી છે.
 તેમણે કહ્યું કે, ભગવાન ઝુલેલાલ આશા, હિંમત અને કરુણાના સમુદ્ર સમાન હતા. એટલું જ નહીં મુશ્કેલ સમયે, અડગ રહી જીવવાનું તેમણે શીખવ્યું છે.
આમ, ભગવાન ઝુલેલાલમાંથી પ્રેરણા લઇને તેમણે  સૌને કુટુંબ, સમાજ અને દેશનું ઋણ ચુકવવા તત્પર બનવા અનુરોધ કર્યો હતો.
આ અવસરે ધારાસભ્ય પાયલ કુકરાણીએ રાજ્યના વિકાસમાં સિંધી સમાજનું યોગદાન સદાય મળતું રહેશે તેવી ખાતરી આપી મુખ્યમંત્રીના નેતૃત્વને બિરદાવ્યું હતું
આ પ્રસંગે અમદાવાદના મેયર કિરીટભાઈ પરમાર, સર્વે ધારાસભ્ય , કાઉન્સિલર તેમજ મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે ધારાસભ્ય પાયલ કુકરાણીએ રાજ્યના વિકાસમાં સિંધી સમાજનું યોગદાન સદાય મળતું રહેશે તેવી ખાતરી આપી મુખ્યમંત્રીના નેતૃત્વને બિરદાવ્યું હતું.
આ પ્રસંગે અમદાવાદના મેયર કિરીટભાઈ પરમાર, સર્વે ધારાસભ્ય , કાઉન્સિલર તેમજ મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા

संबंधित पोस्ट

देहरादून : उत्तराखंड कांग्रेस में फिर बगावत, प्रीतम सिंह ने खोला मोर्चा

Admin

गुजरात चुनाव सै पहले भरूच के झगड़िया मै कोग्रेस पार्टी की अहम बैठक हुई।।जिश्मे राजस्थान सरकार के वर्तमान केबिनेट मंत्री रहे हाजर

Admin

फरीदाबाद: हरियाणा में भी नगर निगम, लोकसभा एवं विधानसभा चुनावों में खिलेगा कमल: संदीप जोशी

Admin

आप नेताओं को पता था कि सिसोदिया गिरफ्तार होने वाले हैं: मीनाक्षी लेखी

Karnavati 24 News

मुसलमानों के हमदर्द या आतंकवाद के समर्थक!: 2012 के घोषणा पत्र में सपा ने आतंकवाद के आरोपियों को रिहा करने का वादा किया था, कोर्ट ने लगाई थी फटकार

Karnavati 24 News

लखनऊ : समाजवादी पार्टी ने निकाय चुनाव में लगाया गड़बड़ी का आरोप, सौपा ज्ञापन

Admin