Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ચૂંટણી પૂરી થઈ ગયા છતાં ગોંડલ-રીબડા વચ્ચે વિવાદ સમ્યો નથી: મોડી રાત્રે મોટાપાયે માથાકૂટ થતાં પોલીસ ઉતારવામાં આવી

ગોંડલ વિધાનસભા મત વિસ્તારની ટિકિટના મુદે ગોંડલ અને રીબડા જુથ્થ વચ્ચે થયેલા મનદુ:ખ ચૂંટણી પુરી થયા બાદ પણ સમ્યુ ન હોય તેમ ફરી ચૂંટણીના મુદે જ બઘડાટી બોલતા મોડીરાતે પોલીસના ધાડેધાડ ઉતારવામાં આવ્યા છે. ગોંડલ તાલુકા પોલીસે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ટેકેદારે પૂર્વ ધારાસભ્યના પુત્ર અનિરૂધ્ધસિંહ જાડેજા તેમના બે પુત્ર અને અન્ય પરિવારજનો સામે ફરિયાદ નોંધાવી છે. ત્યારે રિબડા ખાતે જયરાજસિંહ જાડેજા દ્વારા મહાસંમેલન યોજવામાં આવ્યું હતું જયરાજસિંહ દ્વારા બોલાવવામાં આવેલા આ સંમેલનમાં યુવાનો અને મહિલાઓને સ્ટેજ પર બોલાવીને મહિલાઓ પર થયેલા અત્યાચાર થયાના મહિલાઓએ ખુલાસા કર્યા હતા. રિબડામાં મહિપતસિંહ દ્રારા ગેરવર્તન કરી અને ટોચર કરી ધાક ધમકીઓ આપવામાં આવે છે. ગાડીઓ અમારા વિસ્તારમાં રાખી અને ધમકાવે છે તેવા આક્ષેપો જયરાજસિંહના સંમેલનમાં કરવામાં આવ્યા હતા. વધુમાં આક્ષેપો થયા હતા કે,”ગામમાં પાણી હોવા છતાં પાણી આપતા નથી મહિપતસિંહ અમારા પર ત્રાસ ગુજારે છે. રિબડામાં યુવાનોને પણ ત્રાસ આપે છે તેવા અમારી પાસે અનેક પુરાવા છે. અમો ભાજપ સાથે જોડાયેલા છે એ માટે અનિરૂધસિંહ અને મહિપતસિંહ અમોને ધમકાવે છે મતદાન પણ ભાજપ તરફી કરવું તેવી અમને ધાક ધમકી આપવામાં આવી હતી. અમારા યુવાનોના જમીન પ્લોટમાં કબ્જા કરી વેચી મારવાના ધંધા કરે છે. અમે જે ધંધા રોજગાર કરીયે છીએ એમાં પણ અમને મોટા પાયે નુકસાન કરાવે છે.” વધુ આક્ષેપો કરતા સંમેલનમાં જણાવ્યું હતું કે રાજદીપસિંહ અમોને જાનથી મારી નાખવાની ધમકીઓ આપે છે. અમારી જમીનના ભાવ એ લોકો નક્કી કરે અમે ન સ્વીકારીએ તો અમોને ધાક ધમકીઓ આપે છે. યુવાનોએ મોટા આક્ષેપ કર્યા કે અનિરુદ્ધસિંહ અમારી જમીનો મફતના ભાવે પચાવી લીધી છે.

संबंधित पोस्ट

चीन के ही हथियार का अब हो रहा उसके खिलाफ इस्‍तेमाल, अपने ही जाल में बुरा फंसा है ड्रैगन

Admin

સુરત: યોગી આદિત્યનાથને ફરી ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી બનાવવા માટે ઓલપાડમાં મહાયજ્ઞનું કરાયું આયોજન.!

Karnavati 24 News

પીએમ મોદી અરુણ જેટલી મેમોરિયલ લેક્ચરમાં ભાગ લેશે, લોકોને સંબોધશે

Karnavati 24 News

ગીર સોમનાથ જિલ્લામાં 26 ફેબ્રુઆરીએ ગરીબ કલ્યાણ મેળો યોજાશે, CM ભૂપેન્દ્ર પટેલ વીડિયો કોન્ફરન્સથી જોડાશે

Karnavati 24 News

અમિત શાહની આજે 5 જિલ્લાઓમાં સભા, અમદાવાદમાં પણ આવશે શાહ

Admin

અરવિંદ કેજરીવાલ, ભગવંત માનના રોડ શો હજારોની સંખ્યામાં જોવા મળી રહી છે ભીડ

Karnavati 24 News