Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

ભેસાણ ના પરિવાર સાથે ઝઘડો કરવા આવેલી યુવતી સહિત 10 સામે ગુનો દાખલ

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભેસાણના નવા બસ સ્ટેન્ડ સામે રહેતા જમનભાઈ બાવાભાઈ ભાયાણી ઉંમર વર્ષ 48 વિરુદ્ધ કીર્તિ પટેલ ઘણા સમયથી પોતાના instagram આઈડીમાંથી બેફામ વાણી વિલાસ વિડીયો અપલોડ કરતી હતી તેમજ જમનભાઈ ભાયાણીને વીડિયોના માધ્યમથી ગાળો આપીને માર મારવાની ધમકી આપતી હતી આ દરમિયાન યુવતી તેમના સાગરીતો સાથે ભેસાણ આવી પહોંચી હતી અને રોડ પર હોબાળો કર્યો હતો. બેફામ વાણી વિલાસના વિડીયો અપલોડ કર્યા બાદ કરતાં ભેસાણના પરિવાર સાથે ઝઘડો કરવા આવેલી યુવતીને આ સમયે ભેસાણ પોલીસ ઉપરાંત એલસીબી પણ ત્યાં પહોંચી હતી અને કીર્તિ પટેલ અને તેના સાગરીતોને પકડી લીધા હતા આ અંગે જમનભાઈએ સુરતની કીર્તિ પટેલ ઉપરાંત અજય મંગુ જેબલીયા અવનીક ભરત વઘાસિયા જતીન લાઠીયા જયદીપ લાઠીયા વૈશાખ અરવિંદ રફાળીયા યશ વિપુલભાઈ મુજપરા નાના ભાદરકાના ભરત ધીરુ મજેઠીયા અમદાવાદના જીતેન્દ્રસિંહ રાઠોડ સાણંદના સુરેન્દ્રનગર સિસોદિયા સામે ગેરકાયદે મંડળી રચીને મારી નાખવા ધમકી આપ્યાની ફરિયાદ કરતા ભેસાણ પોલીસે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી ત્યાર બાદ એલસીબીએ આ યુવતી સહિત તમામને ભેસાણ પોલીસના હવાલે કર્યા હતા

संबंधित पोस्ट

વિદેશમાં નોકરીની લાલચ આપી તાલાલાના યુવાનને સલામત ભારત પહોંચાડી પરીવાર સાથે મીલન કરાવતી પોલીસ

Admin

दिल्ली: स्ट्रीट वेंडर को बीएमडब्ल्यू ने मारी टक्कर, मौत; 3 गिरफ्तार

Admin

વડોદરા: છેલ્લા 24 કલાકમાં અકસ્માતના બનાવમાં મહિલા સહિત 4 લોકોના કરૂણ મોત

Admin

લખનઉમાં વિદ્યાર્થિનીનું ગળું દબાવી હત્યા, બાદમાં ઝાડીઓમાં ફેંકી દીધી લાશ

Admin

ખાંભા તાલુકાના તાલાળા ગામે નદીના પાણીમાં પટેલ યુવાનનું મોત થતા સરકાર દ્વારા સહાય આપવામાં આવી

Admin

અમરેલી જિલ્લામાં મોડી રાતે ફાયરિંગની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે

Admin