Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા દ્વારા જનહિતની લડાઈ શરૂ કરાશે

આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા દ્વારા જનહિતની લડાઈ શરૂ કરાશે

આમ આદમી પાર્ટી ગુજરાતને ગત વિધાનસભા ચૂંટણીમાં 41 લાખથી પણ વધુ મતો મેળવી પાંચ ધારાસભ્ય સાથે રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે ત્યારે તાજેતરમાં સંપન્ન થયેલ વિધાનસભા ચુંટણીમાં પ્રજાએ આમ આદમી પાર્ટીને જે સહયોગ આપ્યો છે તેને ધ્યાને લઈને મોરબીમાં પાર્ટી દ્વારા જનહિતની લડાઈ શરુ કરવામાં આવશે

મોરબી ખાતે આમ આદમી પાર્ટીના હોદેદારોની મીટીંગ સર્કીટ હાઉસ ખાતે મળી હતી જેમાં પ્રદેશ કાર્યકારી પ્રમુખ અને કચ્છ મોરબી ઝોન પ્રભારી કૈલાશદાન ગઢવી, મોરબીના ઉમેદવાર પંકજભાઈ રાણસરીયા, ટંકારાના ઉમેદવાર સંજય ભટાસણા સહિતના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા

આ મિટિંગમાં જનતાના બંધારણીય અધિકારો, ખેડૂતના પવનચક્કી સહિતના પ્રશ્નો, જુલતાપુલ દુર્ઘટના અંગે સરકારના ખરાબ વલણની ચર્ચાઓ તેમજ ગૌચરની જમીનો પર થયેલ ગેરકાયદેસર દબાણ અંગે વિગતવાર ચર્ચાઓ કરી જનહિતમાં જરૂરી તમામ મુદ્દાઓ પર લડત શરૂ કરવા તેમજ ટૂંક સમયમાં જીલ્લાની નવી બોડી રચના કરવામાં આવશે તેવું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું

આમ આદમી પાર્ટી ગુજરાતને ગત વિધાનસભા ચૂંટણીમાં 41 લાખથી પણ વધુ મતો મેળવી પાંચ ધારાસભ્ય સાથે રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે ત્યારે તાજેતરમાં સંપન્ન થયેલ વિધાનસભા ચુંટણીમાં પ્રજાએ આમ આદમી પાર્ટીને જે સહયોગ આપ્યો છે તેને ધ્યાને લઈને મોરબીમાં પાર્ટી દ્વારા જનહિતની લડાઈ શરુ કરવામાં આવશે

संबंधित पोस्ट

 માળિયાના પ્રાણ પ્રશ્નો મામલે મહિલા શક્તિ સંગઠન દ્વારા રેલી યોજી આવેદન

Karnavati 24 News

અરવિંંદ કેજરીવાલે અમદાવાદમાં રીક્ષા ચાલકના ઘરે જમવા ગયા તે મામલે આપી આ પ્રતિક્રીયા, ભાજપનો સમર્થક નિકળ્યો રીક્ષાવાળો

મેંદરડા તાલુકાના ખેડૂતોને હવે બે વર્ષ બાદ ફરી વખત કાયમી વીજળી દિવસમાં આપવામાં આવશે

Admin

ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસમાંથી આ દિગ્ગજ નેતાને રાષ્ટ્રીય પ્રમુખ બનાવવા માટે માંગ કરી

Karnavati 24 News

આપ ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે વલસાડમાં આયોજિત રોડ શોમાં ભાગ લીધો

Admin

જાણો સીએમ ભૂપેન્દ્ર પટેલની કેટલી છે સંપત્તિ, આજે આવેદન પત્ર ભર્યા બાદ એફીડેવીટમાં કર્યો ઉલ્લેખ

Admin