Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

અરવલ્લી જિલ્લા માં લોકભાગીદારી સાથે બનશે પોલીસ ચોકી બનશે .

અરવલ્લી જિલ્લામાં વિજય દશમીના પવન પર્વ નિમિત્તે નવીન પોલીસ ચોકીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ખાતમુહૂર્ત દરમ્યાન જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાતે લોકોનો આભાર માન્યો અને જણાવ્યુકે લોક ભાગીદારીથી બનનાર આ પોલીસ ચોકી ૨ માળની હશે જેને બનાવવાનો અંદાજિત ખર્ચ રૂ. ૨૦ લાખ થશે. આગામી ૪ મહિનામાં આ પોલીસ ચોકી તૈયાર થઈ જશે. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાતે એ પણ જણાવ્યું કે શહેરીજનો, વડીલો અને વેપારીઓના માર્ગદર્શન અને સહયોગથી આ પોલીસ ચોકી તૈયાર થવા જઈ રહી છે. લોકોમાં એકતાની ભાવના જળવાઈ રહે તે માટે આ પોલીસ ચોકી તૈયાર કરવામાં આવશે. પબલીક એ જ પોલીસ છે અને પોલીસ એ જ પબલિક છે આ ભાવના લોકોમાં જળવાઈ રહે તે જરૂરી છે. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા સંજય ખરાત સહિત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કનુભાઈ પટેલ, મોડાસા નગરપાલિકા પૂર્વ પ્રમુખ સુભાષ શાહ , રેડકરોસ સોસાયટીના આગેવાન ભરત પરમાર સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા સંજય ખરાત સહિત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કનુભાઈ પટેલ, મોડાસા નગરપાલિકા પૂર્વ પ્રમુખ સુભાષ શાહ , રેડકરોસ સોસાયટીના આગેવાન ભરત પરમાર સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

संबंधित पोस्ट

રણોત્સવમાં સખી ક્રાફ્ટ બજાર: એક મહિનામાં 5 કરોડથી વધુનું વેચાણ

Gujarat Desk

ચીનના શી જિનપિંગ દ્વારા સંબંધો ફરીથી સ્થાપિત કરવા માટે રાષ્ટ્રપતિ મુર્મુને ‘ગુપ્ત પત્ર’ મોકલવાના અહેવાલને ભારતે નકારી કાઢ્યો

Gujarat Desk

રાજકોટમા 100 રૂપિયા જેવી નાની બાબતે પેટ્રોલ બોમ્બથી હુમલો કરાયો

Gujarat Desk

માહિતી નિયામકની કચેરી દ્વારા MICA અમદાવાદ ખાતે અધિકારીઓ માટે ‘સ્ટ્રેટેજીક કમ્યુનિકેશન’ અંગેની તાલીમ યોજાઈ

Gujarat Desk

પ્રોપર્ટી કાર્ડ બનતા લોન માટે એપ્લાય કરી શકીશ, અને ખેતીવાડીમાં જરૂરી સાધન સામગ્રી લેવામાં આર્થિક મદદ મળશે – ચૌધરી ભરતભાઈ

Gujarat Desk

વડોદરાની એક એવી દુકાન, જેમાંથી થતો નફો સમાજસેવા માટે ગાંધીજીને મોકલાતો હતો

Gujarat Desk