Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

અંકલેશ્વર માં ગરબા જોવા જઇ રહેલ પરિણીત મહિલા પર પતિ નો જ ચપ્પુથી હુમલો

અંકલેશ્વરમાં ગરબા જોવા જતી પરિણીતા પર પતિએ શંકાના આધારે ચપ્પુ વડે હુમલો કરતા મહિલાને સારવાર અર્થે ખસેડાઈ

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર ના માલી ખડકી વિસ્તારમાં મોટા રામજી મંદિર પાસે ગત રાત્રીના સમયે પોતાના બાળક ને લઈ ગરબા જોવા જતી પરિણિત મહિલા ઉપર તેના જ પતિ દ્વારા ખોટો શક વહેમ રાખી રસ્તા વચ્ચે જ તેને પકડી મોઢું દબાવી અંધારા માં લઈ જઈ ઢીક્કા પાટુ નો માર મારી ચપ્પુ વડે હુમલો કરતા મહિલાને ડાબા પગ ના ભાગે ચપ્પુ વાગતા તે ઇજાગ્રસ્ત થતા તેને ઉપસ્થિત લોકોએ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે,

અંકલેશ્વરના ગોયા બજાર વિસ્તારમાં રહેતી ઝંખના બેન ગૌરાંગ ભાઈ માણેક ભાઈ પટેલ નાઓ તેઓના બે વર્ષીય પુત્ર દીપ સાથે છેલ્લા કેટલાક સમય થી પતિ ખોટો શક વહેમ રાખતો હોવાથી તેના પિયર માં રહે છે,જે ગત રોજ તેના પિતા ના ઘરે થી તેના પુત્ર સાથે ગરબા જોવા ચાલતા ચાલતા જતી હતી તે જ દરમિયાન તેના પતિ ગૌરાંગ માણેક પટેલ નાઓ એ તેની પાસે દોડી જઈ આજે તને જીવતી નહિ છોડું તથા ગાળો ભાંડી ચપ્પુ વડે હુમલો કરી જો પોલીસ ફરિયાદ કરીશ તો હું જીવતી નહિ રહેવા દઉં તેમ જણાવી ત્યાંથી ભાગી ગયો હતો,

ઘટના અંગેની જાણ મહિલાના પરીવાર જનોને થતા પરિવારના સભ્યોએ દોડી જઈ ઈજાગ્રસ્ત પરિણીત મહિલાને સારવાર અર્થે ખસેડી મામલે ગૌરાંગ માણેક ભાઈ પટેલ સામે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી સ્થળ પરથી ફરાર થયેલ ગૌરાંગ ને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે,

संबंधित पोस्ट

मेरठ : नर्सिंग की छात्रा ने फांसी लगाकर कर करी आत्महत्या,कम नंबर को लेकर थी तनाव में

Admin

दो माह पूर्व उदयपुर में हुई 24 किलो सोने की लूट के दो आरोपी गिरफ्तार

Admin

 દાહોદ રેલ્વે સ્ટેશનની બહાર આવ્યો ચકચારી બનાવ

Karnavati 24 News

ઓલપાડના કીમ ગામે ચકચારિત પતી દ્વારા પત્નીની હત્યાનો મામલો ,હત્યા બાદ ભાગતા પતિના સીસીટીવી આવ્યા સામે

Karnavati 24 News

મોટી ખાવડી ખાતે મજુરી કામ કરતા સખ્સે અનેક મહિલાઓની વોટ્સએપમાં પજવણી કરી

Karnavati 24 News

भतीजे ने किया अपनी मां समान चाची के साथ दुष्कर्म।

Admin