Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

અમરેલી માં રોજગાર ખાતા દ્વારા ૨૮ માર્ચના ઈ-ભરતીમેળા નું આયોજન કરાયું

રોજગાર ખાતા દ્વારા ૨૮ માર્ચના ઈ-ભરતીમેળાનું આયોજન

અમરેલી રોજગાર ખાતા દ્વારા ૨૮ માર્ચના રોજ ૧૮ થી ૩૦ વર્ષની વયમર્યાદા અને ખાલી જગ્યાને અનુરૂપ ધોરણ-૧૦ પાસ તેમજ આઈ.ટી.આઈ વેલ્ડર, ફીટર, મિકેનિક ટ્રેડની લાયકાત ધરાવનાર પુરુષ રોજગાર ઇચ્છુકો માટે એલ એન્ડ ટી કન્સ્ટ્રકશન સ્કીલ ટ્રેનીંગ ઇન્સ્ટીટયુટ અમદાવાદ ખાતેના એકમ માટે કન્સ્ટ્રકશન ટેકનીશયન માટેની જગ્યા માટે અનુબંધમ પોર્ટલના ડિજીટલ માધ્યમથી ઈ-ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે https://anubandham.gujarat.gov.in/account/signup  પરથી નોંધણી કરવાની રહેશે. આ ઈ-ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર અમરેલી જિલ્લાના રોજગાર ઇચ્છુકોએ કચેરીના ટે.નં. ૦૨૭૯૨ ૨૨૩૩૯૪  સેવ કરી વોટ્સએપ એપ્લિકેશન મારફત પોતાના નંબર પરથી પોતાનું નામ લખી મેસેજ કરશે એટલે તુરંત તેમના નંબર પર ભરતીમેળામાં ભાગ લેવા માટેની લિંક:  https://forms.gle/tKzXfJaG71nzrZ988 મેસેજથી મળશે જેમા વિગત ભરી તા.૨૭/૦૩/૨૦૨૨ સાંજના ૫:૦૦ કલાક સુધીમાં નોંધણી કરાવવી આવશ્યક છે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલીના કોલસેન્ટર નં.: ૬૩૫૭૩૯૦૩૯૦ મારફત સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.અમદાવાદ ખાતેના એકમ માટે કન્સ્ટ્રકશન ટેકનીશયન માટેની જગ્યા માટે અનુબંધમ પોર્ટલના ડિજીટલ માધ્યમથી ઈ-ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

संबंधित पोस्ट

આજે યોજાનાર NEET UG ૨૦૨૬ની પરીક્ષા શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં સંપન્ન થાય તે માટે ગુજરાત પોલીસ સંપૂર્ણ સજ્જ

Gujarat Desk

મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ ગાંધીનગર ખાતે આયોજિત રાખીમેળાનું ઉદ્દ્ઘાટન કર્યું હતું

Gujarat Desk

 ખંભાળીયાના આસામીનું રૂા.6 કરોડની કિંમતનું વહાણ ઈરાન નજીક દરિયામાં ડુબ્યુ

Karnavati 24 News

અરવલ્લીના ભિલોડા પાસે બનાવવામાં આવેલા કામચલાઉ ડાયવર્ઝન પર ટ્રક હાથમતી નદીના પટમાં ખાબકી

Gujarat Desk

ગુજરાતની શાળાઓના વિદ્યાર્થીઓના પ્રવાસમાં બે ગણવેશધારી પોલીસકર્મીઓની હાજરી ફરજિયાત: રાજ્યના પોલીસ વડાશ્રી વિકાસ સહાય

Gujarat Desk

નવા વર્ષના પ્રથમ સૂર્યકિરણને નમસ્કાર…..’સૂર્ય નમસ્કાર અને ધ્યાન’ સત્ર દ્વારા નવી ઉર્જા સાથે નવવર્ષનું સ્વાગત

Gujarat Desk