Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

આજે યોજાનાર NEET UG ૨૦૨૬ની પરીક્ષા શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં સંપન્ન થાય તે માટે ગુજરાત પોલીસ સંપૂર્ણ સજ્જ

પરીક્ષામાં પ્રશ્નપત્રોના ટ્રાન્સપોર્ટેશન, પરીક્ષાર્થીઓને પેપરનું ડિસ્ટ્રિબ્યુશન અને પરીક્ષા પૂર્ણ થયા બાદ આન્સર શીટ્સના રિવર્સ ટ્રાન્સપોર્ટેશન સુધીની તમામ પ્રક્રિયા માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ

(જી.એન.એસ) તા. ૨૦

આજે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા દેશભરમાં યોજાનાર NEET UG ૨૦૨૬ની પરીક્ષા અંતર્ગત રાજ્યમાં શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં પરીક્ષા સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ છે.

આ અંગે લૉ એન્ડ ઓર્ડર આઇજીપી શ્રી મકરંદ ચૌહાણે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે પરીક્ષાના સફળ આયોજન માટે ગુજરાત પોલીસ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ તેમજ NTA અને અન્ય સંબંધિત એજન્સીઓ સાથે સતત સંપર્ક અને સંકલનમાં રહીને કામ કરી રહી છે. પરીક્ષા કેન્દ્રો પર પહોંચવા માટે વિદ્યાર્થીઓ બસ, રેલવે કે પોતાના ખાનગી વાહનોનો ઉપયોગ કરતા હોય છે. તેઓ સમયસર અને કોઈપણ અવરોધ વગર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકે તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

તેમણે જણાવ્યું હતું કે NEET પરીક્ષામાં પ્રશ્નપત્રોના ટ્રાન્સપોર્ટેશન, પરીક્ષાર્થીઓને પેપરનું ડિસ્ટ્રિબ્યુશન અને પરીક્ષા પૂર્ણ થયા બાદ આન્સર શીટ્સના રિવર્સ ટ્રાન્સપોર્ટેશન સુધીની તમામ પ્રક્રિયા માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા અને પ્રોટોકોલ નક્કી કરવામાં આવ્યા છે.

પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાર્થીઓનું યોગ્ય રીતે ચેકિંગ થાય અને તેઓ સમયસર પરીક્ષા હોલમાં પ્રવેશ મેળવે તે સુનિચ્છિત કરવામાં આવશે. પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ, ડમી કેન્ડિડેટ્સ કે અન્ય કોઈ અનિચ્છનીય પ્રવૃત્તિ ન થાય તે માટે ખાસ તકેદારી રાખવા સૂચના અપાઈ છે.

પરીક્ષા દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ કે અન્ય મેસેજિંગ એપ્સ પર કોઈ ભ્રામક માહિતી કે અફવાઓ ન ફેલાય તે માટે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે. પરીક્ષા કેન્દ્રોની બહાર વાલીઓ અને અન્ય લોકોની ભીડભાડ ન થાય તે માટે રાજ્યના તમામ જિલ્લાઓ અને સિટી યુનિટ્સને ક્રાઉડ મેનેજમેન્ટ અંગે જરૂરી દિશાનિર્દેશો આપવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ તરફથી આવતીકાલની પરીક્ષા શાંતિપૂર્ણ, પારદર્શક અને ભયમુક્ત વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે તમામ સ્તરે કાયદો અને વ્યવસ્થાની પૂર્વ તૈયારીઓ સુનિશ્ચિત કરાઈ છે.

संबंधित पोस्ट

કોહિમા પીસ મેમોરિયલ અને ઇકો પાર્કનું ઉદ્ઘાટન; જાપાન અને નાગાલેન્ડ સરકારના સંયુક્ત ઉપક્રમે ઉદ્ઘાટન કરવામાં આવ્યું

Gujarat Desk

વિવિધ રાજ્યો દ્વારા ટેબ્લોના કલાકારો દ્વારા યોજાયેલા સાંસ્કૃતિક નૃત્ય કાર્યક્રમમાં ગુજરાતનું પ્રચલિત ‘મણિયારા રાસ નૃત્ય’ ત્રીજા ક્રમે વિજેતા

Gujarat Desk

ઓફર ફોર સેલ દ્વારા કંપનીઓએ રૂ.૯૬૦૦૦ કરોડ એકત્ર કર્યા…!!

Gujarat Desk

નાણા ધીરનાર વેપારી લૂંટાયો, ઘટના અંગે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી

Gujarat Desk

ચારેય ચાર ધામ મંદિરોના પરિસરમાં મોબાઇલ ફોન અને કેમેરા લઈ જવા પર પ્રતિબંધ

Gujarat Desk

રાજ્યના વિધાર્થીઓને શાળામાં ગુણવત્તાયુકત શિક્ષણ અપાય છે: શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર

Gujarat Desk