Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

નાણા ધીરનાર વેપારી લૂંટાયો, ઘટના અંગે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી



(જી.એન.એસ) તા.૯

બનાસકાંઠા,

પાલનપુર પૂર્વ પોલીસે સમગ્ર ઘટના અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જીલ્લામાં પાલનપુરના ઈદગાહ રોડ પર રૂપિયા 2.50 લાખની લૂંટ  મચવા પામતા ભયનો માહોલ સર્જાયો છે. પાલનપુર પૂર્વ પોલીસે સમગ્ર ઘટના અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જીલ્લામાં પાલનપુરમાં ઈદગાહ રોડ પર આવેલા નાણા ધીરનારના વેપારી સાથે લાખોની લૂંટ મચી હતી. પોતાના ઘરની પાસે વાહન પાર્ક કરતા અજાણ્યા ઈસમો રોકડ અને દાગીનાનો થેલો હાથમાંથી ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. માહિતી પ્રમાણે થેલામાં 2.50 લાખ રોકડ, સોના–ચાંદીના દાગીના હોવાનું સામે આવ્યું છે. ભયભીત થયેલા વેપારીએ પાલનપુર પૂર્વ પોલીસમાં સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે. હાલ CCTV કેમેરાના આધારે પાલનપુર પોલીસ ઈસમોને શોધી રહી છે. વેપારી પાસે ઘટનાનું નિવેદન લેવામાં આવ્યું છે. આરોપીઓને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

संबंधित पोस्ट

પાન મસાલા, સિગારેટ, ગુટખા મોંઘા થયા, જાણો કઈ વસ્તુઓ પર લાગ્યો ‘40% સ્પેશિયલ GST’

Gujarat Desk

દૈનિક રાશિફળ (18/06/2025)

Gujarat Desk

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રા નિમિતે રથોનું શરૂ થયું રંગરોગાન

Gujarat Desk

મહિલા સશકિતકરણ માટે સચિવાલય તાલીમ કેંદ્ર (સ્પીપા) ગાંધીનગરની નવીન પહેલ

Gujarat Desk

આજ નું પંચાંગ (25/09/2025)

Gujarat Desk

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત‌ દેશ રમત ક્ષેત્રે અનેક નવા કિર્તીમાન સ્થાપી રહ્યું છેઃ નિમુબેન બાંભણીયા

Gujarat Desk