Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

 ખંભાળીયાના આસામીનું રૂા.6 કરોડની કિંમતનું વહાણ ઈરાન નજીક દરિયામાં ડુબ્યુ

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં રહેતા અને વાણવટીના વ્યવસાય તરીકે સંકળાયેલા જાણીતા મુસ્લિમ પરિવારનું આશરે રૂપિયા છ કરોડ જેટલી કિંમતનું વહાણ ઈરાન નજીકના દરિયામાં ખરાબ હવામાનના કારણે જળમગ્ન થઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે. ખંભાળિયામાં રહેતા મુસ્લિમ અગ્રણી અને વહાણવટી પરિવાર સાથે સંકળાયેલા કાસમભાઈ અબુભાઈ ભોકલના પરિવારજનોના નામનું ફેઝે તાજુદ્દીન બાબા- 2 નામનું આશરે 1200 ટનની કેપેસીટી ધરાવતું વહાણ ગત તારીખ 25 ડિસેમ્બરના રોજ મુન્દ્રા બંદરથી ખાંડ ભરીને ઈરાન તરફ નીકળ્યું હતું.આશરે રૂપિયા છ કરોડ જેટલી કિંમતનું આ વહાણ મંગળવારે સવારના સમયે ઈરાન પહોંચે તે પહેલાં આ દરિયામાં વાતાવરણમાં પલટો આવતા ખરાબ વાતાવરણ સામે ટકી શક્યું ન હતું અને થોડી જ વારમાં આખું વહાણ પાણીમાં સમાઇ ગયું હતું. આ વહાણમાં 10 જેટલા ખલાસીઓ સવાર હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ વહાણ અકસ્માતમાં ખલાસીઓનો આબાદ બચાવ થયો હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આમ, ખંભાળિયા પંથકનું અને આશરે રૂ. છ કરોડ જેટલી કિંમત ધરાવતું વહાણે ઈરાન નજીક દરિયામાં જળસમાધિ લેતા વહાણવટી પરિવારોમાં શોકનું મોજું પ્રસરી ગયું છે.

संबंधित पोस्ट

આર.ટી.આઈનાં પવિત્ર કાયદાનો દુરૂપયોગ કરી નિર્દોષ પાસેથી રૂપિયા પડાવવાની થતી પ્રવૃત્તિઓ બિલકૂલ ચલાવી લેવાશે નહિ: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી

Gujarat Desk

ઉત્તરપૂર્વમાં પૂરની સ્થિતિ, યુપીના 14 જિલ્લાઓમાં વાવાઝોડા માટે નારંગી ચેતવણી, IMD દ્વારા આજે રાજ્યોમાં વરસાદની આગાહી

Gujarat Desk

સેવા , સુશાસન અને ગરીબ કલ્યાણના ધ્યેય સાથે ગાંધીનગર જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણીનો ત્રીજો દિવસ

Gujarat Desk

આજ નું પંચાંગ (૨૫/૦૧/૨૦૨૬)

Gujarat Desk

કેન્દ્રીય કૃષિમંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વમાં 29 મેથી દેશવ્યાપી ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’ શરૂ કરવામાં આવશે

Gujarat Desk

ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી 48 કલાક માટે ગરમીનું યલો એલર્ટ

Gujarat Desk