Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી 48 કલાક માટે ગરમીનું યલો એલર્ટ



(જી.એન.એસ) તા. 26

અમદાવાદ,

રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થયો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા ગુજરાત, કોંકણ, ગોવા, કેરળ અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીનું એલર્ટ આપવામાં આવ્યું છે. આ તમામ દરિયાકાંઠે હિટ વેવ આવવાની પણ આશંકા છે.  બીજીતરફ દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજને કારણે બફારાનું પ્રમાણ પણ વધ્યું છે, જેને કારણે  હવામાન વિભાગે આગામી 48 કલાક માટે રાજ્યના સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. દરિયાની સપાટીથી 50 કિલોમીટર જમીન તરફના વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં ગુજરાત પર ઉત્તર-પૂર્વ અને પૂર્વ દિશા તરફથી પવન આવી રહ્યા છે. જમીનની સપાટી પરથી આવતા આ પવનો સામાન્ય રીતે ગરમ હોય છે, જેના કારણે રાજ્યમાં બફારાનું પ્રમાણ ઉત્તરોતર વધી રહ્યું છે અને આગામી બે દિવસમાં તાપમાનનો પારો 38 ડિગ્રીએ પહોંચી શકે એવું અનુમાન લગાવ્યું છે. આગામી 24 કલાક તાપમાન યથાવત્ રહેશે.

ત્યાર બાદ બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધવાની સંભાવના છે. બીજી તરફ, રાજ્યભરના લઘુતમ તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો નોંધાયો છે તથા મહત્તમ તાપમાન યથાવત્ નોંધાયું છે. આગામી એક સપ્તાહ દરમિયાન રાજ્યભરનું વાતાવરણ શુષ્ક રહેવાની સાથે તાપમાનમાં ક્રમશઃ વધારો થવાની પણ શક્યતા છે.

જો કે, ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ ગરમીનું પ્રમાણ વધુ રહ્યું છે. અમદાવાદમાં 34.9 વડોદરામાં 35 ડાંગમાં 38 રાજકોટમાં 36.9 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. આ સિવાય દમણ અને સુરતમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી નોંધાયું હતું, તેમજ ડીસામાં 33.2, નલિયામાં 35.6 ડિગ્રી નોંધાયું હતું. સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી 36.2 ડિગ્રી, ભાવનગર 35.4 ડિગ્રી, પોરબંદર 36.5 ડિગ્રી અને મહુવામાં 36.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

संबंधित पोस्ट

યાત્રાધામ પાવાગઢ ખાતે પાટિયા પુલ નજીક ધોધમાર વરસાદને કારણે ભૂસ્ખલનમાં 2ના મોત

Gujarat Desk

મુખ્‍યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત છેલ્લાં એક વર્ષમાં પાંચ લાખથી વધુ લાભાર્થીઓને લાભ અપાયો

Gujarat Desk

પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (PACS)ના કમ્પ્યુટરાઇઝેશનથી સહકાર ક્ષેત્રે આવશે ડિજિટલ ક્રાંતિ, રાજ્ય સરકાર PACS દીઠ આપી રહી છે ₹4 લાખની નાણાંકીય સહાય

Gujarat Desk

ગોંડલમાં ગણેશ જાડેજા અને અલ્પેશ કથિરિયા વચ્ચેના શાબ્દિક યુદ્ધ બાદ સામાજીક અને રાજકીય ઘમાસાણ

Gujarat Desk

જેસરના હીપાવડલી ગામ એ નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો જેસરના ગ્રામ્ય વિસ્તારમાં આંખના રોગનું દર્દીઓની સારવાર મળી રહે

Karnavati 24 News

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ કચ્છના ગુણાતિતપુર ખાતે પ્રાકૃતિક કૃષિના મૉડેલ ફાર્મની મુલાકાત લીધી

Gujarat Desk