Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
લાઈફ સ્ટાઇલ

સફેદ વાળને નેચરલી રીતે કાળા કરવા આ દેશી ઉપાયો છે બેસ્ટ, નહિં થાય કોઇ સાઇડ ઇફેક્ટ

કાળા અને સિલ્કી વાળ દરેકને ગમતા હોય છે. જો કે આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકોના વાળ વ્હાઇટ થવા લાગ્યા છે. વ્હાઇટ હેરને બ્લેક કરવા માટે અનેક લોકો નવી-નવી પ્રોડ્ક્ટ્સનો ઉપયોગ કરતા હોય છે. પણ આ બધી પ્રોડક્ટ્સને ક્યાંકને ક્યાંક તમારી સ્કિનને નુકસાન કરે છે. તો આજે અમે તમને જણાવીશું કેટલાક દેશી ઉપાયો જે તમારા વાળને કાળા કરશે અને સાથે સિલ્કી પણ કરશે.

વાળને કાળા કરવા માટે આમળા-મેથીનો આ ઉપાય સૌથી કારગર છે. સૂકવેલા આમળાનો પાઉડર બનાવી લો. ત્યારબાદ મેથીના દાણાને પલાળેલી મિક્સરમાં પીસી લો અને આની સ્મુધ પેસ્ટ બનાવી લો. ત્યાર બાદ આ પેસ્ટને વાળમાં લગાવો અને આખી રાત રહેવા દો. આમળામાં વિટામીન સીનો ભરપૂર સ્ત્રોત હોય છે જે વાળને કાળા કરવાનું કામ કરે છે. તમે એક મહિનો સતત આ પ્રોસેસ કરો છો તો તમારા વ્હાઇટ હેર કાળા થવા લાગે છે.
વાળને કાળા કરવા માટે લીમડાના પાન અને નારિયેળ તેલ સૌથી બેસ્ટ છે. આ તેલ બનાવવા માટે સૌ પ્રથમ કઢી પાંદડાને ઉકાળો અને તેને ઠંડુ થવા દો. ઠંડુ થઇ જાય પછી એમાં એક ચમચી નારિયેળ તેલનું મિક્સ કરો. હવે આ તેલને રોજ રાત્રે વાળમાં નાંખો. આ તેલ વાળમાં નાંખવાથી વાળ લાંબા સમયે કાળા થશે અને સાથે સિલ્કી પણ થશે.
વાળ કાળા કરવા માટે કાળી ચા સૌથી બેસ્ટ છે. આ માટે તમે એક ગ્લાસ પાણી લો અને એમાં 2 ચમચી બ્લેક ટીની પત્તી લો, હવે એમાં એક ચમચી મીઠું ઉમેરો. આ મિશ્રણને બરાબર ઉકાળો અને ઠંડુ થવા દો. ત્યારબાદ આને તમારા સફેદ વાળ પર લગાવો. તમને જણાવી દઇએ કે આ દેશી ઉપાયોની કોઇ સાઇડ ઇફેક્ટ થતી નથી.

संबंधित पोस्ट

ઘરમાં પડેલી આ વસ્તુઓ તમારા માટે બની શકે છે વાસ્તુદોષનું કારણ, હટાવી લો જલદી

Karnavati 24 News

તમારા કામનું / સફેદ વાળને આ વસ્તુની મદદથી બનાવો નેચરલ બ્લેક, ડાઈ પણ લગાવવાની જરૂર નહીં પડે

Admin

ભૂલ્યા વગર શરીરના ‘આ’ અંગ પર લગાવો મધ, જડમૂળથી આ બીમારીઓ થઇ જશે ખતમ

Karnavati 24 News

શિયાળામાં આમળાનું સેવન કરવાથી અધધ ફાયદાઓ, સસ્તા ફળના મોંઘા ફાયદાઓ

Karnavati 24 News

યુવાઓ ભારત માટે સ્પષ્ટ લાભ બની શકે છે ,જાણો અમારી સાથે.

Karnavati 24 News

આજે જ છોડો આ 3 ખરાબ આદતો, નહીં તો તમને હાર્ટ એટેક આવી શકે છે.

Karnavati 24 News