Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
લાઈફ સ્ટાઇલ

ઘરમાં પડેલી આ વસ્તુઓ તમારા માટે બની શકે છે વાસ્તુદોષનું કારણ, હટાવી લો જલદી

દરેક લોકો પોતાના જીવનમાં સુખ-શાંતિ મળે એવું ઇચ્છતા હોય છે. જો કે ઘણી વખત બહુ મહેનત કરીએ તો પણ આપણને સફળતા મળતી નથી, જે કારણે ઘરમાં પણ તણાવની સ્થિતિ ઉભી થાય છે. આ પાછળનું એક કારણ હોઇ શકે છે વાસ્તુદોષ. વાસ્તુ અનુસાર આપણી આસપાસની વસ્તુઓની આપણાં પર ઘણી વાર ખરાબ અસર પડે છે. આ માટે ઘરમાં કેટલીક વસ્તુઓ રાખવાથી બચવું જોઇએ, નહિં તો વાસ્તુદોષ થઇ શકે છે. આમ, જો તમારા ઘરમાં પણ તમને વારંવાર તકલીફ પડતી હોય તો ઘરમાંથી આ વસ્તુઓને તરત જ હટાવી દો.
સુકાઇ ગયેલા છોડનો નિકાલ કરો
અનેક લોકોને ઘરમાં બગીચાનો શોખ હોય છે, પરંતુ વાસ્તુ અનુસાર જો તમે બગીચામાં રહેલા છોડની દેખભાળ બરાબર નથી કરતા તો તમને અનેક ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. આ માટે જો તમારા બગીચામાં સુકાઇ ગયેલા છોડ હોય તો એનો આજે જ નિકાલ કરો. સુકાઇ ગયેલા છોડ ઘરમાં રાખવાથી નકારાત્મક ઊર્જા આવે છે.
કચરાપેટીને ઘરની બહાર રાખો
સામાન્ય રીતે લોકો કચરાપેટીને ઘરનાં મુખ્ય દ્રાર પાસે રાખતા હોય છે. આમ, જો તમારા ઘરે પણ તમે આવી રીતે જ કચરાપેટી રાખો છો તો તમારે એને બહાર મુકવી જોઇએ. કચરાપેટીની ગંદકી તમારા ઘરમાં નકારાત્મક ઊર્જા ફેલાવે છે.
દરવાજા અને બારીમાં લાગેલી ધૂળ સાફ કરો
સામાન્ય રીતે લોકો બેડશીટ, કપડા અને પડદા જેવી અનેક વસ્તુઓની સાફ-સફાઇ કરતા હોય છે. જો તમે દરવાજા અને બારીઓને સાફ નથી કરતા તો તમારા ઘરમાં આવતી લક્ષ્મી અટકી જાય છે અને સાથે ઘરમાં નકારાત્મક ઊર્જા આવે છે. આ સાથે જ તમારા ઘરમાં બીમારીઓ પણ એન્ટ્રી કરવા લાગે છે. આ સાથે જ પરિવારના સભ્યો પર આર્થિક સંકટ પણ આવી શકે છે. આ માટે તમારે ઘરના બારી બારણાં સાફ કરવા ખૂબ જ જરૂરી છે.

संबंधित पोस्ट

ચોમાસામાં રોમેન્ટિક મૂડ બને છે તો આ સ્થળોની મુલાકાત લો, તે રોમાંસ માટે પ્રખ્યાત છે.

Karnavati 24 News

રાત્રે સુતા પહેલા તમે પણ પાણી પીતા હોય તો આ વાત ખાસ જાણી લો, નહીં તો…

Karnavati 24 News

કાલે ખાનગી હોસ્પિટલના અંદાજિત 30થી 40 હજાર જેટલા ડૉક્ટરો હડતાળ પર જશે

Karnavati 24 News

એક્સપાયરી ડેટ પછી પણ નથી ખરાબ આ વસ્તુઓ, જાણો કઈ કઈ વસ્તુઓ લિસ્ટમાં સામેલ છે

Karnavati 24 News

રસોડાની માત્ર આ 3 તમારા પેટની ચરબીને ઉતારશે માખણની જેમ, જરૂરથી એકવાર ટ્રાઈ કરો…

Karnavati 24 News

કેમ પિસ્તા આટલા મોંઘા છે? કેમ કે શરીર માં જાદુ કરી સ્વાસ્થ્ય સુધારે છે. વળી આ નમકીન સ્વાદ વાળા પિસ્તા તો લાજવાબ લાગે છે. તો આજ થી જ પાચન શક્તિ નબળી હોય તો રાત્રે પાણી માં પલાળી રાખી પિસ્તાનું સેવન કરી

Admin