Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

વલસાડ રૂરલ પોલીસે ઇન્ટરનેશનલ સિનિયર સિટીઝન ડે નિમિતે ઘરડાઘરના વડીલો સાથે ગરબા રમી હૂંફ પુરી પાડી

ઇન્ટરનેશનલ સિનિયર સિટીઝન ડે નિમિતે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એસ. પવાર, પુરુષ-મહિલા સ્ટાફ, GRD જવાન રોબિન હૂડ આર્મીના વોલેન્ટિયર દ્રારા વલસાડ જિલ્લાના અટાર ગામે આવેલ માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત ઘરડા ઘર વૃદ્ધાશ્રમમાં રહેતા સિનિયર સિટીઝનોની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ઘરડાઘર ખાતે પહોંચેલા તમામે સિનિયર સિટીઝનોને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું, આ પ્રસંગે પોલીસે પરિવારથી દૂર એકલા રહેતા વૃદ્ધ વડીલો સાથે વાતચીત કરી તેમની અંગત ઘરેલુ સમસ્યા અંગે સંવાદ કર્યો હતો. પોલીસે વડીલોના અનુભવ સાંભળી હૂંફ પૂરી પાડી હતી. પોલીસ ઇન્સ્પેકટર એસ.એસ. પવારે તમામ વડીલોને હૈયા ધરપત આપી હતી કે તેમને જ્યારે પણ પોલીસની જરૂર પડે ત્યારેે નિઃસંકોચ સંપર્ક કરે પોલીસ તેમને બનતી મદદ કરશે. ઇન્ટરનેશનલ સિનિયર સિટીઝન ડે નિમિતે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના જવાનોએ વડીલોનો ઉત્સાહ વધારવા માટે ગરબા કાર્યકમ પણ રાખ્યો હતો. જેમાં વૃદ્ધો તથા પોલીસ મિત્રો ગરબાના તાલે ઝુમ્યા હતાં. ગરબા બાદ દરેક વડીલના ચહેરા પર ખુશીની ઝલક જોવા મળી હતી. તમામે પોતાનું અંગત તમામ દુઃખ ભૂલી ખુશીની લાગણીનો એહસાસ કરી પોલીસના આ સરાહનીય કાર્યને બિરદાવ્યું હતું.

संबंधित पोस्ट

સુપ્રીમ કોર્ટમાં CJI બીઆર ગવઈ પર વકીલનો જૂતુ ફેંકવાનો પ્રયાસ; નારા લગાવ્યા ‘સનાતનનું અપમાન સહન નહીં કરીએ’

Gujarat Desk

‘ન્યુક્લિયર એનર્જીની ઉપયોગિતા’ પર CEO રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજાઈ

Gujarat Desk

શું હવે આવશે રશિયા – યુક્રેન વચ્ચેના યુદ્ધનો અંત??

Gujarat Desk

ટેક્નોલોજીના આ યુગમાં સામાન્ય બેદરકારી પણ બહુ મોટું નુક્શાન કરી શકે છે: ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી

Gujarat Desk

રાજસ્થાનની રૂા. 18 લાખનું હેરોઈન લઈ આવનાર સહિત બે ઝડપાયા

Gujarat Desk

2047 સુધીમાં વિકસિત ભારતના વિઝન પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને ફરીથી દર્શાવતા, NRI યુવાનો મોટી સંખ્યામાં દોડમાં ભાગ લેશે

Gujarat Desk