Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશ

આગામી તા.૧૨/૦૯/૨૦૨૨ સુધી અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી દ્વારા ખાસ ઝુંબેશ

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત ઓનલાઈન નોંધણી અને સુધારા કરવાની સુવિધા ઉપલબ્ધ

આગામી તા.૧૨/૦૯/૨૦૨૨ સુધી અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી દ્વારા ખાસ ઝુંબેશ

ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેના અંતર્ગત આગામી તા.૧૧/૦૯/૨૦૨૨ સુધી અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કાર્યક્રમ અંતર્ગત ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત કેટલાક ફેરફરો કરવામાં આવ્યા છે. આ ફેરાફારોના કારણે હવે વર્ષમાં ૦૪ તારીખોએ ૧૮ વર્ષ પૂર્ણ કરનારા ઉમેદવારો મતદાર તરીકે પોતાનું નામ નોંધાવી શકે છે.  અગાઉ ફક્ત ૦૧/૦૧ના પરિપ્રેક્ષ્યમાં આ યાદી તૈયાર કરવામાં આવતી હતી. આ ફેરફારના કારણે પ્રથમવાર મતદાર તરીકે લાયક થનારા મતદારોની સંખ્યા વધશે. અમરેલીમાં આ તારીખો અંતર્ગત મેચ્યોર થતા યુવક-યુવતીઓ મતદાર તરીકે નોંધાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.

ચૂંટણીપંચ દ્વારા મતદારોને ઓનલાઈન નોંધણી અને સુધારણા માટે સુવિધા આપવામાં આવી છે. ઓનલાઈન પોર્ટલ  https://www.nvsp.in/  www.voterportal.eci.gov.in  voter helpline mobile app (ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાશે) અને GARUDA APP (BLO) મારફતે ઉપયોગમાં લઈ શકાશે.  આ વેબસાઈટ/એપ્લિકેશન પરથી મતદાર યાદીમાં નામોની નોંધણી થશે, નવા મતદાર તરીકે નોંધણી કરાવી શકાશે, મતદાર યાદીમાં વિગતોમાં સુધારો કરી શકાશે, નવા મતદારો માટે ઈ-એપિક ડાઉનલોડ કરવાની સુવિધાઓ આપી શકાશે.  આ ઉપરાંત ઓનલાઈન કરવામાં આવેલી અરજીનું સ્ટેટસ પણ જાણી શકાશે. ફોર્મ ૬-b  ભરીને ચૂંટણી કાર્ડ સાથે પોતાનું આધાર લીંક કરાવી શકશે. આ ઉપરાંત ૧૯૫૦ હેલ્પલાઇન નંબર પરથી પણ માહિતી મેળવી શકાશે.

संबंधित पोस्ट

આવતીકાલે રક્ષા મંત્રીશ્રી રાજનાથ સિંહ પોલીસ સ્મૃતિ દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પોલીસ સ્મારક ખાતે શહીદ પોલીસ કર્મીઓને શ્રદ્ધાંજલિ આપશે

Gujarat Desk

दुनियाभर के पर्यटन उद्योग पर महामारी का बुरा प्रभाव, जानें- किस देश में क्या है असर

Admin

છેલ્લા બે વર્ષમાં રાજ્યની ચાર ‘રામસર સાઈટ’ વિસ્તારમાં અંદાજે ૧૪.૨૦ લાખથી વધુ યાયાવર પક્ષીઓ બન્યા ગુજરાતના મહેમાન 

Gujarat Desk

સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી પર વિદ્યાર્થીનીઓને અશ્લીલ સંદેશા મોકલવાનો આરોપ: ‘બેબી, હું તને પ્રેમ કરું છું’

Gujarat Desk

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય ટ્રાયલ લાઇસન્સ અને BA/BE અભ્યાસ અરજીઓને સુવ્યવસ્થિત કરવા માટે નવા ડ્રગ્સ અને ક્લિનિકલ ટ્રાયલ નિયમો, 2019માં સુધારો કરશે

Gujarat Desk

આજનું રાશિફળ (18/09/2025)

Gujarat Desk