Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

રાજુલા પોલીસ સ્ટેશનમાં પડી રહેલા ૬૦ બિનવારસી વાહનોની આગામી તા.૦૬ સપ્ટેમ્બરના રોજ જાહેર હરાજી થશે

રાજુલા પોલીસ સ્ટેશનમાં પડી રહેલા ૬૦ બિનવારસી વાહનોની આગામી તા.૦૬ સપ્ટેમ્બરના રોજ જાહેર હરાજી થશે

—

જાહેર હરાજીમાં ભાગ લેવા માંગતા નાગરિકોએ તા.૦૨ સપ્ટેમ્બર સુધીમાં રાજુલા પોલીસ મથકમાં ડિપોઝીટ જમા કરાવવાની રહેશે

રાજુલા પોલીસ સ્ટેશનમાં પડી રહેલા બિનવારસી વાહનોની આગામી તા.૦૬ સપ્ટેમ્બરના રોજ જાહેર હરાજી થશે. રાજુલા તાલુકાના મામલતદારશ્રીના હુકમ અંતર્ગત આગામી ૦૬/૦૯/૨૦૨૨ના રોજ બિનવારસી પડી રહેલા ૬૦ વાહનોની જાહેર હરાજી કરવામાં આવશે. આ વાહનો અંગે પોલીસ મથકમાં કોઈ પણ વ્યક્તિએ હજુ સુધી માંગણી કરી ન હોવાથી અને માલિકીનો દાવો ન કર્યો હોવાથી આ વાહનોની જાહેર હરાજી થઈ ગયા બાદ કોઈ પણ વ્યક્તિ તેના પર પોતાની માલિકીનો દાવો કરી શકશે નહીં. જો કોઈ વ્યક્તિનું વાહન રાજુલા પોલીસ મથકમાં જમા થયું હોય તો તેમણે પોતાના વાહનોના માલિકીના પુરાવા સાથે તા.૦૨ સપ્ટેમ્બર પહેલાં રાજુલા પોલીસ મથકમાં દાવો રજૂ કરી શકે છે. આ સાથે જ જે નાગરિકો આ જાહેર હરાજીમાં ભાગ લેવા માંગતા હોય તેઓએ  તા.૦૨ સપ્ટેમ્બર સુધીમાં રાજુલા પોલીસ મથક ખાતે રુ. ૫,૦૦૦ ડિપોઝીટ જમા કરાવવાની રહેશે. ડિપોઝીટ જમા કરાવનાર વ્યક્તિ જ આ હરાજીમાં ભાગ લેવા પાત્ર થશે, તેમ પોલીસ ઈન્સપેક્ટર રાજુલા એ.એમ. દેસાઈએ એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

संबंधित पोस्ट

આજ નું પંચાંગ (૨૪/૧૨/૨૦૨૫)

Gujarat Desk

ગુજરાતના નાગરિકોએ માત્ર ગણતરીના દિવસોમાં જ ૧૪,૫૦૫ ટનથી વધુ પ્લાસ્ટિક કચરો એકત્ર કર્યો

Gujarat Desk

INS અરિધમન, ત્રીજી સ્વદેશી પરમાણુ સબમરીન, ટૂંક સમયમાં કાર્યરત થશે: નૌકાદળના વડા

Gujarat Desk

‘પાકિસ્તાનમાં ભારત સામે લડવાની હિંમત કે ક્ષમતા નથી’: લેફ્ટનન્ટ જનરલ મનોજ કટિયાર

Gujarat Desk

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા ‘રક્તદાન અમૃત મહોત્સવ ૨.૦’ થીમ અંતગર્ત આયોજિત વિશ્વનું સૌથી મોટુ ‘મેગા બ્લડ ડોનેશન કેમ્પ’નું ઉદ્ઘાટન કર્યું

Gujarat Desk

ઈન્ડિયન સ્કાઉટ & ગાઈડ ફેલોશીપ તથા ગુજરાત માનવાધિકાર પંચ દ્વારા સુરતમાં ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ‘રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી અને ઈન્ટરનેશનલ યુથ એવોર્ડ સમારોહ’ યોજાયો

Gujarat Desk