Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ટેક્નોલોજીના આ યુગમાં સામાન્ય બેદરકારી પણ બહુ મોટું નુક્શાન કરી શકે છે: ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી



(જી.એન.એસ) તા. 1

ગાંધીનગર,

ગુજરાત વિધાનસભા ગૃહમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ટેક્નોલોજીના આ યુગમાં સામાન્ય બેદરકારી પણ બહુ મોટું નુક્શાન કરી શકે છે ત્યારે CCTV કેમેરા સાથે જોડેલા વાઇફાઇનો ઓપન કે નબળો પાસવર્ડ તથા નબળા સિક્યુરીટી સેટીંગ હેકર્સ માટે વીડિયો હેકકરવાનું સરળ બનાવી દે છે. ટેક્નોલોજીની કેટલીક એરરનો આવા હેકર્સ લાભ લેતા હોય છે. CCTV ઘરમાં કે ઓફિસમાં ઈન્સ્ટોલ કરાવશો તો તમારે યુઝરનેમ અને પાસવર્ડ સમયાંતરે બદલવા પડશે. પાસવર્ડ ખૂબ જ મજબૂત બનાવવો પડશે, સમયાંતરે તેનું સાયબર નિષ્ણાતો પાસે ઓડિટ કરાવવું પડશે. જો CCTV હેકિંગ થયું તો રીઅલ ટાઈમ અપડેટ તમને મળતું રહેશે.

આ બાબતે વધુમાં તેમને જણાવ્યું હતું કે, મજબૂત અને યુનિક પાસવર્ડ રાખવો જોઈએ. ટુ ફેક્ટર ઓથેન્ટિફિકેશન આવે તેને ઈનેબલ કરવાથી તમે જરૂર સુરક્ષિત રહી શકશો. રિમોટ એક્સેસ જરૂર હોય તો VPNનો ઉપયોગ કરવો. વીડિયો રેકોર્ડર કે ડીવીઆર લોક કરેલા સ્થાને રાખવા જેથી અનધિકૃત એક્સેસ રોકી શકાય. હાર્ડવેર અને સોફ્ટવેર માટે ફાયરવોલનો ઉપયોગ કરવો. 

संबंधित पोस्ट

આજનું રાશિફળ (28/05/2025)

Gujarat Desk

એક વ્યક્તિએ જીવને જોખમમાં મૂકી કિંગ કોબ્રાને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો,વિડીયો જોઈ યૂજર્સ ચૌકી ઉઠયા

Admin

સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત ખાતે “પર્યાવરણ, આરોગ્ય અને કૃષિ માટે બાયોકેમિસ્ટ્રી અને નેનોટેકનોલોજી” વિષય પર રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન થયું

Gujarat Desk

આંધ્રપ્રદેશના શ્રીકાકુલમમાં વેંકટેશ્વર સ્વામી મંદિરમાં નાસભાગ; 10 લોકોના મોત, પ્રધાનમંત્રીએ સહાયની જાહેરાત કરી

Gujarat Desk

ગુજરાતમાં લવ જેહાદ જેવી પ્રવૃત્તિઓને બિલકુલ સ્થાન નથી, આ પ્રકારના ગુનામાં સંડોવાયેલા એક-એક ગુનેગારોને ગુજરાત પોલીસ કાયદાનું ભાન કરાવશે: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી

Gujarat Desk

૧૫મી ગુજરાત વિધાનસભાના સાતમાં સત્ર દરમિયાન કુલ ૫  વિધેયક રજૂ કરાશે: પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

Gujarat Desk