Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

એક વ્યક્તિએ જીવને જોખમમાં મૂકી કિંગ કોબ્રાને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો,વિડીયો જોઈ યૂજર્સ ચૌકી ઉઠયા

સાપને લગતા વીડિયો સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થતા હોય છે, જેમાંથી કેટલાક ખૂબ જ ખતરનાક હોય છે તો કેટલાક વિડીયો જોઈને ડર પણ લાગતો હોય છે. હાલમાં જ એક એવો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને યુઝર્સ પણ દંગ રહી ગયા છે. વીડિયોમાં, એક વ્યક્તિ કિંગ કોબ્રાને પકડવા માટે તળાવમાં ઉતરતો દેખાઈ છે અને પોતાનો જીવ જોખમમાં મૂકતો જોવા મળે છે. વીડિયો જોઈને લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવો ઘાટ સર્જાયો હતો.

https://www.instagram.com/animal_lover_snake_shivu/?utm_source=ig_embed&ig_rid=4967e756-d003-44b7-8a0a-3dee4aa10d0e

આ ચોંકાવનારા વીડિયોમાં એક સાપ પકડનાર કિંગ કોબ્રાને તળાવમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. આ દરમિયાન કિંગ કોબ્રા પણ તેના પર ઘણી વખત હુમલો કરતા જોવા મળે છે. આ દરમિયાન તે વ્યક્તિ પણ પોતાને બચાવવા માટે તળાવમાં પડી જાય છે, પરંતુ સાપ પકડનાર છેલ્લા શ્વાસ સુધી હાર માનતો નથી. વીડિયોમાં તે વ્યક્તિ કિંગ કોબ્રાને પકડવાની જાળમાં ફસાઈ જાય છે અને તકનો લાભ લઈને ખતરનાક કિંગ કોબ્રાને તળાવમાંથી બહાર લાવે છે. તે પછી તે તેને જંગલમાં છોડી દે છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર @animal_lover_snake_shivu નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 2.7 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. તે જ સમયે, 241,904 વપરાશકર્તાઓએ તેને પસંદ કર્યું છે. વીડિયો જોયા બાદ યુઝર્સ તેના પર અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘ભાઈ તમે બહુ બહાદુર છો.’ અન્ય એક યુઝરે કોમેન્ટ બોક્સમાં લખ્યું, ‘તેનો લુક ઘણો ખતરનાક છે.’ ત્રીજાએ ટિપ્પણી કરી, ‘તે ખરેખર મોહક છે.’ એક વ્યક્તિએ કહ્યું, ‘તે ખૂબ જ ડરામણી અને ખતરનાક લાગે છે.’

संबंधित पोस्ट

ભરૂચ જિલ્લો ઓદ્યોગિક તરફથી દેશના વિકાસમાં ખુબ મોટુ યોગદાન છે.

Karnavati 24 News

શાંતિ સમજૂતી બાદ હોર્મુઝની ખાડી પર પ્રભુત્વ મુદ્દે અમેરિકા-ઈરાન સામ-સામે આવ્યા?

Gujarat Desk

ગુપ્તપ્રયાગ વૃધ્ધાશ્રમ ના સાનિધ્ય માં પધારેલ ભજનીક હૈમંતભાઈ ચૌહાણ તથા પરમ્ પૂ.સંત શ્રી વિવેકાનંદજી બાપુ

Karnavati 24 News

સાગરકાંઠા વિસ્તારના સાગરખેડૂને ગુણવત્તા યુકત વીજળી આપતી સાગરખેડૂ સર્વાંગી વિકાસ યોજના: ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ

Gujarat Desk

સેવા , સુશાસન અને ગરીબ કલ્યાણના ધ્યેય સાથે ગાંધીનગર જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણીનો ત્રીજો દિવસ

Gujarat Desk

બોગસ હથિયાર લાયસન્સ કૌભાંડ કેસ: ગુજરાત ATSએ વધુ 16 હથિયાર ધારકોની ધરપકડ કરી

Gujarat Desk