Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

વડોદરા: છેલ્લા 24 કલાકમાં અકસ્માતના બનાવમાં મહિલા સહિત 4 લોકોના કરૂણ મોત

વડોદરામાં છેલ્લા 24 કલાકમાં અલગ-અલગ વિસ્તારમાં સર્જાયેલા અકસ્માતના બનાવમાં એક મહિલા સહિત કુલ 4 લોકોના કરૂણ મોત થયા છે. આ અંગે વડોદરા પોલીસે ગુના નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવ (1)

વડોદરામાં નેશનલ હાઇવે-8 પર આવેલા વરણા ગામ પાસે નવીનગરીમાં રહેતા હસમુખ ભાઈ રોહિત પત્ની જ્યોતિબેન સાથે મોટરસાઇકલ પર જઈ રહ્યા હતા. દરમિયાન પૂરઝડપે પસાર થઈ રહેલા એક કારચાલકે તેમની મોટરસાઇકલને અડફેટે લીધી હતી. આથી દંપતી નીચે પટકાયું હતું. આ ઘટનામાં જ્યોતિબેનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે હસમુખભાઈને ગંભીર ઇજા થતા હોસ્પિટલ લઈ જવાયા હતા. આ મામલે મૃત્યુ પામનાર જ્યોતિબેનના પિતા મગનભાઈએ કારચાલક વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

બનાવ (2)   

ડભોઈ તાલુકાના ભાવપુરા ગામે રહેતા દર્શન બારિયા (ઉં.21) મોટરસાઇકલ પર કેલનપુર ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન એક ટ્રકચાલકે દર્શનની બાઇકને ટક્કર મારી હતી. આથી દર્શન નીચે પટકાયા હતા. માથાના ભાગે ગંભીર ઇજા થતા દર્શનનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ અંગે ભાવપુરા ગામમાં રહેતા રણજીતભાઈએ ટ્રકચાલક વિરુદ્ધ ફરિયાદ કરી છે. પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

બનાવ (3)

આજવા રોડ પર આવેલા શિવમ એન્કલેવમાં રહેતા નિકુંજ બારિયા (ઉં.27) મિત્ર સુરજ લાંબા સાથે બાઇક પર વાઘોડિયા-વડોદરા રોડ પરથી જઈ રહ્યા હતા. દરમિયાન નિકુંજે બાઇકના સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. આથી બાઇક સાઇડમાં ઊભેલી ટ્રક સાથે ભટકાઈ હતી. આ બનાવમાં નિકુંજનું મોત થયું હતું. જ્યારે તેના મિત્ર સુરજને ઇજાઓ થતા હોસ્પિટલ ખસેડાયા હતા. આ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.

બનાવ (4)

પાદરા તાલુકાના ગવાસદ ગામમાં રહેતા ભીમાભાઈ માળી (ઉં.50) ગવાસદ રોડ પરથી જઈ રહ્યા હતા. દરમિયાન જંબુસર રોડ પરથી પૂરઝડપે આવતી સરકારી બસે તેમને અડફેટે લીધા હતા. અકસ્માતમાં બસના પૈડાં તેમના ઉપરથી ફરી વળતા ઘટના સ્થળે જ ભીમાભાઈનું મોત થયું હતું. આ અંગે પોલીસ ફરિયાદ થતા પોલીસે બસચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

संबंधित पोस्ट

ખાંભા તાલુકાના તાલાળા ગામે નદીના પાણીમાં પટેલ યુવાનનું મોત થતા સરકાર દ્વારા સહાય આપવામાં આવી

Admin

પાટણનાં મોતિશામાં જવેલર્સ-કરિયાણાની દુકાનમાંથી ચોરી કરનારા ત્રણ સહિત ચાર ઝડપાયા

Admin

સુરત: સોશિયલ મીડિયા થકી પ્રેમમાં પડેલી યુવતીએ શંકાશીલ પ્રેમી સાથે બોલવાનું બંધ કરતા બીભત્સ ફોટા વાઇરલ કરવાની ધમકી

Admin

પિતાએ એક દિવસ પછી મોબાઇલ લેવા જવાનું કહેતા દીકરીને ખોટું લાગી આવ્યું: ૧૫ વર્ષની પુત્રીએ ઝેરી દવા ગટગટાવી

Admin

કાર બેરીકેડ સાથે અથડાઈ ચેકપોસ્ટમાં ઘુસી જતા એક જીઆરડી જવાનનું મોત, એકને ઇજા

Admin

विचाराधीन बंदी ने जेल में आत्महत्या का किया असफल प्रयास

Admin