Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

દિવાળી તહેવાર દરમ્યાન ભડકમોરા-સુલપડમાં જુગાર રમતા 9 જુગારીયાઓની ટાઉન પોલીસે ધરપકડ કરી

વાપી ટાઉન પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ 24મી ઓક્ટોબરે ટાઉન પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ રોહિત રાજુ અને અન્ય પોલીસ કર્મચારીઓ પોલીસ વાહન સાથે પેટ્રોલિંગમાં હતા. ત્યારે બાતમી મળી હતી કે, વાપી ભડકમોરા સુલપડ વિસ્તારમાં કેટલાક ઈસમો હારજીતનો જુગાર રમી રહ્યા છે. આ બાતમી આધારે પોલીસે ભડકમોરા સુલપડ વિસ્તારમાં મહાદેવના મંદિર નજીક નિરુભાઈ ની ચાલ સામે રેઇડ કરી હતી. જ્યાં 9 જેટલા ઈસમો ગોળ કુંડાળું કરી જુગાર રમી રહ્યા હતાં. પોલીસે તાત્કાલિક જુગાર રમી રહેલા રાજનકુમાર પ્રમોદસિંહ, ઓમપ્રકાશ દશરથ પાઠક, રણજીત સિંગ માનંદપ્રતાપ સિંગ, કનૈયાકુમાર શુશીલ સિંગ, અમિતસિંહ રાજકુમાર સિંહ, અભિષેક અશોકકુમાર રાજપૂત, કુણાલ કુમાર સુશીલ સિંગ, ગૌતમ કુમાર સુશીલ સિંગ અને પંકજ જવાહર સિંગ નામના 9 જુગારીયાઓની ધરપકડ કરી હતી. પોલીસે જુગારીયાઓએ દાવમાં મુકેલ 670 રૂપિયા, અંગઝડતીમાં મળેલા 10,470 રૂપિયા, 10,500ના 3 મોબાઈલ મળી કુલ 21,640 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગાર ધારા કલમ 12 (A) મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. દિવાળી ના તહેવારે જ જુગારિયાઓ ને ઝડપી પાડતા અન્ય જુગારીયાઓ માં ફફડાટ ફેલાયો છે.

संबंधित पोस्ट

જામનગર માં ૩.૬૯ પાઈપ લાઈન ની ચોરી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી..

Admin

ભિલોડાના કડવથમાં મહિલા સાથે બિભત્સ વર્તન કરી તેના પતિ પર ચપ્પુથી હુમલો

मेरठ : नर्सिंग की छात्रा ने फांसी लगाकर कर करी आत्महत्या,कम नंबर को लेकर थी तनाव में

Admin

ઉના પોલીસે દારૂ ભરેલી ઇનોવા ઝડપી પાડતા કાર્યવાહી . .

Admin

पंजाब में फिर होगी शराब सस्ती सूची हुई जारी ।

Admin

સાવરકુંડલામાંથી કપાસની ચોરી કરનાર ત્રણ આરોપી ઝડપાયા

Karnavati 24 News