Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

જામનગર માં ૩.૬૯ પાઈપ લાઈન ની ચોરી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી..

ઢીંચડા રોડ ઉપર આવેલ નીલકંઠ પાર્ક સોસાયટીમાં અન્ડર ગ્રાઉન્ડ પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી માટે રખાયેલ પાઇપની ચોરી: કોન્ટ્રાકટર દ્વારા 16 દિવસ બાદ ફરિયાદ નોંધાવતા સીટી સી ડિવિઝન પોલીસે ગુન્હો દાખલ કરી આરોપીની તપાસ શરૂ કરી જામનગરમાં ઢીચડા રોડ ઉપર એક સોસાયટી માં અન્ડર ગ્રાઉન્ડ પાઇપલાઇન ના કામની સાઇટ ઉપરથી તસ્કરો રૂા.3.69 લાખના પાઇપ ચોરી  કરી ગયા ની પોલીસ માં ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરાઇ છે. આ બનાવની વિગત એવી છે કે, જામનગરમાં ઢીચડા રોડ ઉપર આવેલ નિલકંઠ પાર્ક સોસાયટીના ગેઇટ નં.8ની પાસે અન્ડર ગ્રાઉન્ડ પાણીની પાઇપ લાઇન નાખવાનું કામ ચાલુ હોવાથી ખુલ્લા પ્લોટમાં કોન્ટ્રાકટર દ્વારા માલસામાન રાખવામાં આવ્યો હતો. તા.28-9 થી 1-10 દરમ્યાન કોઇ પણ વખતે કોઇ અજાણ્યા શખ્સ દ્વારા લોખંડ અને બીડના 132 મીટર ના રૂા.3,69,600 ની કિંમતના પાઇપોની ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ ગઅઇકાલે રાત્રે કોન્ટ્રાકટર કિરણભાઇ કાંતિલાલ શિયાળ દ્વારા સીટી સી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. આ અંગે ની તપાસ પી.એસ.આઇ કે.આર.સિસોદીયા એ હાથ ધરી છે.

संबंधित पोस्ट

સુરતમાં બંધુકની અણીએ દુકાનદારને લૂંટી લેવાયો

Karnavati 24 News

ઉડતા ગુજરાત : અમદાવાદના ધોરણ 11ના વિદ્યાર્થી પાસેથી ડ્રગ્સ અને ઈ-સિગારેટ મળી

Admin

मोगा पुलिस ने 01 क्विंटल 20 किलो अफीम के साथ तस्कर को किया गिरफ्तार

Admin

ધ્રાંગધ્રાના હરીપર રોડ પર ખરાવાડ વિસ્તારમાં તસ્કરો દ્વારા બંધ રહેણાક મકાનમાં ચોરી અંગે ફરિયાદ નોંધાઇ

Karnavati 24 News

उदयपुर में साराह को लात-घूंसों से पीट-पीट कर मार डाला, VIDEO: कार कट को लेकर मारपीट, सड़क पर लोगों ने की मारपीट

Karnavati 24 News

સુરત:મિલો માંથી કેમિકલયુક્ત પાણી છોડાતા કીમ નદી ફરી એક વાર બની દૂષિત,દૂષિત પાણીથી કીમ નદીમાં અસંખ્ય માછલાંઓના મોત.

Karnavati 24 News