Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ઓગસ્ટમાં ઔદ્યોગિક ઉત્પાદન ૪% વધ્યું, માઈનિંગમાં ૬%નો ઉછાળો…!!

દેશના ઔદ્યોગિક ઉત્પાદન (IIP)માં ઓગસ્ટ મહિનામાં ૪ ટકા વૃદ્ધિ નોંધાઈ છે. માઈનિંગ સેક્ટરે સારો પ્રદર્શન કરવાથી કુલ વૃદ્ધિને ટેકો મળ્યો છે. જુલાઈ માટેનો આંકડો સુધારીને ૪.૩ ટકા જાહેર કર્યો છે, જે પહેલા ૩.૫ ટકા હતો. માઈનિંગ સેક્ટરમાં ૬% ઉત્પાદન વૃદ્ધિ નોંધાઈ, જ્યારે ગત વર્ષે આ જ ગાળામાં ૪.૩% ઘટાડો થયો હતો. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ૩.૮%નો ગ્રોથ રહ્યો, જે ગત વર્ષે ૧.૨% હતો. વીજ ઉત્પાદન ૪.૧% વધ્યું, જ્યારે ગત વર્ષે આ જ ગાળામાં ૩.૭% ઘટ્યું હતું.

પ્રોડક્ટ લેવલે કોલસાનું ઉત્પાદન ૧૧.૪%, સ્ટીલ ૧૪.૨%, સિમેન્ટ ૬.૧% અને ફર્ટિલાઈઝર ૪.૬% વધ્યા હતા. જોકે ક્રૂડ ઓઈલમાં ૧.૨% અને નેચરલ ગેસમાં ૨.૨% ઘટાડો જોવા મળ્યો હતો. મેન્યુફેક્ચરિંગમાં ૨૩માંથી ૧૦ ઈન્ડસ્ટ્રી ગ્રુપે પોઝિટિવ ગ્રોથ દર્શાવ્યો. તેમાં બેઝિક મેટલ્સ (૧૨.૨%), કોક એન્ડ રિફાઈન્ડ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ (૫.૪%) અને મોટર વ્હીકલ્સ (૯.૮%) ટોચ પર રહ્યા.

ઈકરાના ચીફ ઈકોનોમિસ્ટ અદિતી નાયરે જણાવ્યું કે મેન્યુફેક્ચરિંગમાં ગ્રોથ થોડો ધીમો પડ્યો હોવા છતાં માઈનિંગ અને વીજ ક્ષેત્રમાં સુધારો થયો છે. યુઝ-બેઝ્ડ ક્લાસિફિકેશન મુજબ પ્રાઈમરી ગુડ્ઝમાં ૫.૨%, ઈન્ફ્રાસ્ટ્રક્ચર/કન્સ્ટ્રક્શન ગુડ્ઝમાં ૬.૩%, ઈન્ટરમીડિયેટ ગુડ્ઝમાં ૫% અને કન્સ્ટ્રક્શન ગુડ્ઝમાં ૧૦.૬% ગ્રોથ નોંધાયો. કન્ઝ્યુમર ડ્યૂરેબલ્સ ૩.૫% અને નોન-ડ્યૂરેબલ્સ ૬.૩% વધ્યા હતા. એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન કુલ આઈઆઈપી વૃદ્ધિ ૨.૮% રહી છે, જે ગત વર્ષે આ જ ગાળામાં ૪.૩% હતી.

संबंधित पोस्ट

દીવ જિલ્લા કલેકટર સલોની રાયનો વિદાયમાન, નવા કલેકટરને આવકારમાં આવ્યા

Karnavati 24 News

ટ્રમ્પનો દાવો: પુતિને તેમને કહ્યું હતું કે રશિયા યુક્રેનના ડ્રોન હુમલાનો ‘જોરદાર જવાબ’ આપશે

Gujarat Desk

માહિતી નિયામકની કચેરી દ્વારા MICA અમદાવાદ ખાતે અધિકારીઓ માટે ‘સ્ટ્રેટેજીક કમ્યુનિકેશન’ અંગેની તાલીમ યોજાઈ

Gujarat Desk

જાહેરાતના શૂટિંગ દરમિયાન જુનિયર એનટીઆર ઘાયલ

Gujarat Desk

વડોદરા શહેરના પ્રતાપનગર બ્રિજની હાલત ખખડધજ, પેરાપેટના પોપડા-પ્લાસ્ટર પણ ઉખડી ગયા

Karnavati 24 News

રશિયાએ કિવ અને અન્ય પ્રદેશોમાં મોટા પાયે ડ્રોન અને મિસાઇલ હુમલો કર્યો

Gujarat Desk