Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશસ્થાનિક સમાચાર

દીવ જિલ્લા કલેકટર સલોની રાયનો વિદાયમાન, નવા કલેકટરને આવકારમાં આવ્યા

દીવના નવા જિલ્લા કલેક્ટર ફવમ બ્રહમાનીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. જ્યારે સલોની રાયનો વિદાયમાન કાર્યક્રમ યોજાયો હતો.દીવના પૂર્વ કલેક્ટર સલોની રાયે દરેક અધિકારીઓ અને કર્મીઓનો પુરે પુરો સાથ આપવા બદલ આભાર માન્યો હતો અને નવા કલેક્ટર ફવમ બ્રહમાનીની નિયુક્તી થતા તેમનું વેલકમ કરવામાં આવ્યું હતું.દીવ કલેક્ટર તરીકે સલોની રાયે ખૂબ જ ઇમાનદારી અને શ્રેષ્ઠ કામગીરી બજાવવા બદલ તેમનું સમ્માન કરવામાં આવ્યું હતું.સલોની રાયે અઢી વર્ષ દરમિયાન દીવ જીલ્લાની જનતામાં ખુબ જ લોકચાહના મેળવી હતી અને તેમની બદલી થતા કાર્યક્રમમાં ગમગીની છવાઇ ગઇ હતી.સલોની રાયનો લોકો પ્રત્યે અનોખો નાતો રહ્યો હતો અને નાનામાં નાના માણસને પણ તે સરળતાથી મળતા હતા અને તેમની રજૂઆતો સાંભળતા હતા. લોકોને ધ્યાનમાં લઇને જ તે કામ કરતા હતા અને સરળ અને શાંત સ્વભાવના હતા.દીવ વાસીઓ નવા કલેક્ટર પાસેથી પણ સલોની રાય જેવી જ કામગીરી કરવાની લાગણી રાખી રહ્યા છે. સલોની રાયની દમણમાં બદલી કરવામાં આવી છે. સલોની રાયનેદીવ વાસીઓ હંમેશા તેમના દ્વારા કોરોના કાળ તેમજ તાઉતે વાવાઝોડામાં કરવામાં આવેલા કામને લઇને યાદ રહેશે.

संबंधित पोस्ट

ઉત્તરકાશીમાં વાદળ ફાટવાના કારણે અચાનક પૂર અને ભૂસ્ખલન, દિલ્હી-યમુનોત્રી હાઇવે પર વાહનવ્યવહાર ખોરવાયો

Gujarat Desk

અટલ પેન્શન યોજનામાં 60 વર્ષ પછી કેટલું પેન્શન મળશે* ?

Karnavati 24 News

દૈનિક રાશિફળ (૧૩/૦૧/૨૦૨૬)

Gujarat Desk

આજનું રાશિફળ (06/10/2025)

Gujarat Desk

Q3FY26 માં કોન્સોલિડેટેડ ક્રૂડ સ્ટીલ ઉત્પાદનમાં 6% નો વધારો નોંધાવતા જેએસડબ્લ્યુ સ્ટીલ વધ્યું…!!!

Gujarat Desk

ટ્રમ્પ સાથે સંઘર્ષ વચ્ચે એલોન મસ્કે ‘અમેરિકા પાર્ટી’ શરૂ કરી; કહ્યું ‘સ્વતંત્રતા પાછી આપવા માટે બનાવ્યો રાજકીય પક્ષ’

Gujarat Desk