Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

અમરેલી જિલ્લામાં મોડી રાતે ફાયરિંગની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે

લીલીયામાં જેલમાંથી છુટ્ટીને આવેલા બુટલેગર ઉપર મોડી રાત્રે 2 રાઉન્ડ ફાયરિંગ કરાયું, પોલીસે તપાસ હાથ ધરી

અમરેલી જિલ્લામાં મોડી રાતે ફાયરિંગની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. લીલીયા શહેરમાં કિશન દવે નામના વ્યક્તિ છેલ્લા 3 માસથી દારૂના કેસમાં જેલમાં હતો અને બહાર છૂટી આવતા ગઈકાલે રાતે રણજીતભાઈ જેતુભાઈ ધાધલને ફોન કર્યો ખબર અંતર પૂછવા માટે પરંતુ આ રણજિત એકદમ ઉશ્કેરાયા અને કહ્યું તું અમારી જેલમાં શું વાતો કરતો હતો. આ બાબત ધ્યાનમાં રાખી અપશબ્દો કહી ગાળો આપી ગાળો દેવાની ના પાડતા આ રણજીતએ સારું નહિ લાગતા રણજીતભાઈ, સમીર અલારખભાઈ સમાં,તથા તેની સાથે અજાણીયો માણસ મળી મારી નાખવાના ઇરાદે રણજીતભાઈ એ તેની પાસે રહેલી બંદૂકમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કરતા જમણા પગમાં ગોઠણ સાથળના ભાગે ઇજા કરી બે ગોળી ઘુસી ગઈ હતી તેની સાથે રહેલા સમીર દ્વારા છરી વડે કિશન દવેને મારવાની કોશિષ કરી ત્રણેય બાઇક લઈ ભાગી છૂટ્યા બાદ ઇજાગ્રસ્ત કિશન દવેને પ્રથમ લીલીયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે અમરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં કિશન દવે દ્વારા લીલીયા પોલીસને ફરિયાદ આપતા હાલ લીલીયા પોલીસ સ્ટેશનમાં આ ત્રણેય શખ્સ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ દ્વારા ફાયરિંગ કરનારા આરોપીને શોધખોળ શરૂ કરી
ફાયરિંગની ઘટના બાદ અમરેલી એસપી હિમકર સિંહ દ્વારા સૂચના આપતા ડી.વાય.એસ.પી સહિત લોકલ ક્રાઇમ બ્રાન્ચ,સ્પેશ્યલ ઓપરેશન બ્રાન્ચ અલગ અલગ પોલીસની ટીમો આરોપીને પકડવા માટે દોડધામ કરી રહી છે પરંતુ હજુ સુધી આરોપી પોલીસને હાથ લાગ્યા નથી તે હકીકત છે પરંતુ સરેઆમ ફાયરિંગ કરી બે ભડાકા કરતા લીલીયા વાસીઓ પણ ફફડી ઉઠ્યા છે

संबंधित पोस्ट

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ભીલવણમાં ખેતીની જમીન પચાવી પાડી વેચાણ કરી દેતાં બે શખ્સો સામે ફરિયાદ

Admin

વિદેશમાં નોકરીની લાલચ આપી તાલાલાના યુવાનને સલામત ભારત પહોંચાડી પરીવાર સાથે મીલન કરાવતી પોલીસ

Admin

સાવરકુંડલાના મોમાઈપરા વિસ્તારમાં વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી સાવરકુંડલા પોલીસ

Admin

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં આરોપી જયસુખ પટેલને કોર્ટે જેલહવાલે કર્યા

Admin

સુરત: સુરતની તામિલનાડુ બેંક સાથે 16 કરોડની છેતરપિંડી! 27 સામે ફરિયાદ, 1ની ધરપકડ

Admin

एमपी के खंडवा कोर्ट का बड़ा फैसला,40 आरोपियों को 7-7 साल की सजा।

Admin