Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

અજમેર શરીફના ઉર્ષમાં ભાગ લેવા ગયેલા અમરેલીના બે યુવાનનું અકસ્માતમાં મોત

અજમેર શરીફના ઉર્ષમાં ભાગ લેવા ગયેલા અમરેલીના બે યુવાનનું અકસ્માતમાં મોત

અમરેલીમા ચાંદની ચોકમા રહેતા અલ્તાફભાઇ બાબુભાઇ નગરીયા પોતાના મિત્રો સાથે કાર લઇ ઉર્ષ શરીફમા ભાગ લેવા અજમેર ગયા હતા. અને અજમેરથી પરત ફરતી વખતે પાલી નજીક તેમની કાર સાથે સામેથી રોંગ સાઇડમા આવી રહેલી કારના ચાલકે અકસ્માત સર્જયો હતો. આ ઘટનામા અલ્તાફભાઇ નગરીયાનુ મોત થયુ હતુ. જયારે તેમની સાથે રહેલા જાવિદભાઇ કરીમભાઇ ચૌહાણ અને સરફરાઝભાઇ કાળુભાઇ બિલખીયાને ઇજા પહોંચી હતી. મૃતક અલ્તાફભાઇને સંતાનમા એક દીકરો અને એક દીકરી હોવાનુ જાણવા મળેલ છે.

અકસ્માતની અન્ય એક ઘટનામા અમરેલીના શકીલ સલીમભાઇ મકવાણા (ઉ.વ.18) નામના યુવકનુ મોત થયુ હતુ. આ યુવક પોતાના સગા ભાઇ અને માસીના દીકરા સાથે કાર લઇ અજમેર જવા નીકળ્યો હતો. પરંતુ આબુ રોડ નજીક સવારના સમયે ગાઢ ધુમ્મસ હોય તેની કાર ડિવાઇડર સાથે અથડાઇ ચાર ગોથા ખાઇ ગઇ હતી. શકીલ કારમાથી બહાર ફેંકાઇ જતા ગંભીર ઇજાથી તેનુ મોત થયુ હતુ. જયારે તેના સગા ભાઇ અને માસીયાઇ ભાઇ સહિત ત્રણને ઇજા પહોંચી હતી. બંને યુવાનોની અમરેલીમા દફનવિધી કરાઇ હતી.

संबंधित पोस्ट

રાજકોટ પોલીસની સરહનીનાય કામગીરી: આફિકામાં ખંડણી માટે અપહરણ થયેલા યુવકને સહી સલામત રાજકોટ પહોંચાડ્યો

Admin

ગોહિલવાડમાં ટાઢોબોળ પવનોએ ફરી એકવાર શિતલહેર પ્રસરાવી કાતિલ પવનોને પગલે જનજીવન પ્રભાવિત થયું ઠંડીનો ઉતારબ

Admin

दिल्ली: स्नेचिंग के एक और मामले ने लिया हिंसक रूप, अपराधी फरार

Admin

एटा : स्कूल जा रही छात्रा को अगवा कर किया सामूहिक दुष्कर्म, बस स्टैंड पर फेंक कर भागे

Admin

પાટણનાં મોતિશામાં જવેલર્સ-કરિયાણાની દુકાનમાંથી ચોરી કરનારા ત્રણ સહિત ચાર ઝડપાયા

Admin

गोंडा : हनुमान मंदिर से चोरी हुई 500 साल पुरानी अष्टधातु की मूर्ती, लोगो में गुस्सा

Admin