Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

IPL 2025: ક્વોલિફાયર 2માં પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 5 વિકેટથી હરાવી ફાઇનલમાં પહોંચ્યું

(જી.એન.એસ) તા. 2

અમદાવાદ,

રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વરસાદ અટકતાં ક્વોલિફાયર-2 મેચ 9:45 વાગ્યે શરૂ થશે. ઓવર્સમાં કોઇ ઘટાડો કરાશે નહીં. બંને ટીમોને રમવા માટે 20-20 ઓવર મળશે. 

પંજાબ કિંગ્સ ના કેપ્ટન શ્રેયસ ઐયર (૮૭ નોટ આઉટ, ૪૧ બોલ, ૫ ચોગ્ગા અને ૮ છગ્ગા) સાથે ઉમદા બેટિંગ કરીને IPL 2025 ક્વોલિફાયર ૨ માં પંજાબ કિંગ્સ (PBKS) એ મુંબઈ ઈન્ડિયન્સ (MI) ને પાંચ વિકેટથી હરાવ્યું હતું.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ક્વોલિફાયર 2 માં મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને પંજાબ કિંગ્સ 11 વર્ષના પ્રતીક્ષા પછી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની ફાઇનલમાં પહોંચી ગઈ.

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025નો ક્વોલિફાયર-2 મુકાબલો પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયો હતો. આ મેચમાં પંજાબે ટોસી જીતીને મુંબઈને પહેલા બેટિંગ આપી જેમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે 203 કરીને પંજાબ કિંગ્સને 204 નો ટાર્ગેટ આપ્યો હતો.

ક્વોલિફાયર 2માં રમેલી ટીમના ખિલાડીઓ ના નામ:-

મુંબઈ ઈન્ડિયન્સ: રોહિત શર્મા, જોની બેરસ્ટો (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, મિચેલ સેન્ટનર, રાજ બાવા, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ, રીસ ટોપલી.

પંજાબ કિંગ્સ: પ્રિયાંશ આર્ય, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), શ્રેયસ ઐયર (કેપ્ટન), નેહાલ વઢેરા, માર્કસ સ્ટોઇનિસ, શશાંક સિંહ, અઝમતુલ્લા ઉમરઝાઈ, કાઈલ જેમિસન, વિજયકુમાર વૈશાક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.

હવે મંગળવારે તા. 03/06/2025 ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે IPL 2025 ની ફાઈનલ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રમાશે.  

संबंधित पोस्ट

NCP-SP નેતા સુપ્રિયા સુલેએ બંધારણની પ્રસ્તાવનામાં ફેરફાર કરવાના RSSના આહ્વાનને ફગાવી દીધું

Gujarat Desk

સાંસારિક જીવનમાંથી‌ સંન્યાસ લીધા પછી પણ રાષ્ટ્ર પ્રત્યે પોતાની ફરજ ન ચુકતા જુનાગઢથી માણસા ગાંધીનગર મતદાન કરવા પહોંચેલા તારા નાથજી

Gujarat Desk

દસાડાના વણોદ ગામે યુવક પર ચાર શખ્સનો લાકડી વડે હુમલો, શખ્સે દસાડા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી

Gujarat Desk

આજનું રાશિફળ (29/06/2025)

Gujarat Desk

ગોવાના પ્રધાન એલેક્સો સિક્વેરા કેબિનેટમાંથી લીધી વિદાય, તેમના સ્થાને દિગંબર કામત લેવામાં આવશે

Gujarat Desk

એગ્રેસીવ હાઈબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ્સની એસેટ્સ ૧૩% વધીને રૂ.૨.૫ લાખ કરોડ પાર…!!

Gujarat Desk