Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશ

સુરત જીલ્લાના ઓલપાડમાં 4 વર્ષની બાળકી પ્લાસ્ટીકના ભુંગળામાં ફસાઈ જતા મોત નીપજ્યું

ઓલપાડ તાલુકાના માધર ગામની સીમના ખેતરમાં પિયત માટે શેઢા પર બાંધેલ પાણીની કુંડીમાં એક શેરડી કાપણી માટે આવેલ શ્રમજીવી પરિવારની માસુમ બાળકી રમતા-રમતા પડી ગઈ હતી. બાળકી કુંડીમાંથી ખેતરમાં નીકળતા પ્લાસ્ટીકના ભુંગળામાં ફસાઈ જતા તેનું કરૂણ મોત નીપજયું હતું. વિગત મુજબ મુળ મહારાષ્ટ્ર રાજ્યના ધુલીયા જિલ્લાના તરવાડા ગામના વતની અનિલ આબાભાઈ બોરસે(32) હાલ ઓલપાડ તાલુકાના સાયણ ગામની સીમમાં નંદની નહેરની બાજુમાં આવેલ પડાવમાં રહી સાયણ સુગરમાં શેરડી કાપણી મજુરી કામ કરે છે. ગત શુક્રવાર, તા.04 ના રોજ તેઓ માધર ગામની સીમમાં રમણભાઇ દુર્લભભાઇ પટેલના ખેતરમાં કામ કરતા હતા, ત્યારે બપોરે-1 થી 4.30 કલાકના સમય દરમિયાન તેમની 4 વર્ષની દીકરી આકાંક્ષા બોરસે ખેતરના શેઢા ઉપર રમી રહી હતી,તે સમયે શ્રમજીવી પરિવારની ધ્યાન બહાર માસુમ દીકરી આકાંક્ષા ખેતરના શેઢા ઉપર પિયત માટે બાંધેલ પાણીની કુંડીમાં પડી ગઈ હતી. જયારે આ પરિવારે દીકરીની શોધખોળ કરી ત્યારે તેણી શેઢા પરથી ખેતરમાં પિયત પાણી કરવા નાંખેલ પાણીની પાઇપ લાઈનના પ્લાસ્ટીકના ભુંગળાના પાણીમાં ફસાઈ ગયેલ અને મૃત હાલતમાં મળી આવી હતી.આ મામલે મૃતક દીકરીના શ્રમજીવી પિતા અનિલ આબાભાઈ બોરસેએ ઓલપાડ પોલીસ મથકમાં જાણ કરી હતી.જેના પગલે હાલ તો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

संबंधित पोस्ट

રાજ્ય સરકારે 214 સંચાલકો ને શો કોઝ નોટિસ પાઠવી, 6 વિક્રેતાના લાયસન્સ રદ

Gujarat Desk

112 ઇમરજન્સી હેલ્પલાઇનને સમગ્ર રાજ્યમાં શરૂ કરવાની તૈયારી પૂરજોશમાં, અત્યાર સુધી 1.4 કરોડ કોલને પ્રતિસાદ મળ્યો

Gujarat Desk

કોંગ્રેસે ઘુસણખોરોને પ્રોત્સાહન આપ્યું, આસામની ઓળખનું રક્ષણ કરવામાં નિષ્ફળ: પીએમ મોદી

Gujarat Desk

INS અરિધમન, ત્રીજી સ્વદેશી પરમાણુ સબમરીન, ટૂંક સમયમાં કાર્યરત થશે: નૌકાદળના વડા

Gujarat Desk

કુંવરબાઈનું મામેરુ યોજના હેઠળ નર્મદા જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં ૧,૧૦૧ આદિજાતિ કન્યાઓને રૂ. ૧૩૨.૧૨ લાખની સહાય ચૂકવાઈ: આદિજાતિ રાજ્ય મંત્રી શ્રી કુંવરજી હળપતિ

Gujarat Desk

ગુજરાત પોલીસ અકાદમી-કરાઈ ખાતે “ડી.જી.પી કપ બેડમિન્ટન ટુર્નામેન્ટ-૨૦૨૪”નું શાનદાર સમાપન

Gujarat Desk