Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

કુંવરબાઈનું મામેરુ યોજના હેઠળ નર્મદા જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં ૧,૧૦૧ આદિજાતિ કન્યાઓને રૂ. ૧૩૨.૧૨ લાખની સહાય ચૂકવાઈ: આદિજાતિ રાજ્ય મંત્રી શ્રી કુંવરજી હળપતિ

(જી.એન.એસ) તા. 10

ગાંધીનગર,

નર્મદા જિલ્લામાં આદિજાતિ કન્યાઓને લગ્ન પ્રસંગે સહાય આપવા માટે કુંવરબાઈનું મામેરુ યોજના અમલી છે. આ યોજના હેઠળ લાભાર્થી દીઠ ૧૨,૦૦૦ રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે. છેલ્લા બે વર્ષમાં નર્મદા જિલ્લામાં આ યોજના અંતર્ગત ૧,૧૦૧ આદિજાતિ કન્યાઓને લાભ આપવામાં આવ્યો છે તેમ વિધાનસભા ગૃહ ખાતે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં આદિજાતિ રાજ્ય મંત્રી શ્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું.  

કુંવરબાઈનું મામેરુ યોજના વર્ષ ૧૯૯૫થી અમલી છે. અનુસૂચિત જનજાતિની કન્યાઓને અને તેમના કુટુંબને લગ્ન પ્રસંગે મળતી આ સહાય આશીર્વાદરૂપ બની રહી છે. નર્મદા જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં કુલ રૂ. ૧૩૨.૧૨ લાખની સહાય ચૂકવવામાં આવી છે તેમ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું.

संबंधित पोस्ट

 મહેસાણા જિલ્લા ફરી એકવાર દીપડો દેખવાની ફરિયાદ મળી

Karnavati 24 News

નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા 2025-26ના વર્ષના બજેટને આવકારતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

Gujarat Desk

ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન્સ (FIEO) દ્વારા નિકાસ અને વિદેશ વેપાર નીતિઓ પર સેમિનાર યોજાયો

Gujarat Desk

દાહોદ ખાતે જલ શક્તિ અભિયાન અને અમૃત સરોવર યોજના સંદભે બેઠક યોજાઇ

Karnavati 24 News

વેરાવળ પૂર્વ ધારાસભ્ય જસાભાઈ બારોટે દિનદયાળ ઉપાધ્યાયની પૃણ્યતિથિ પર વંદન કર્યા

Karnavati 24 News

ગ્રાહક સુરક્ષા માટે અમદાવાદ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં રૂ. ૧૧.૪૫ લાખના ખર્ચે કુલ ૨૨૯ કન્ઝ્યુમર ક્લબ કાર્યાન્વિત કરાયા

Gujarat Desk