Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

રાજ્ય સરકારે 214 સંચાલકો ને શો કોઝ નોટિસ પાઠવી, 6 વિક્રેતાના લાયસન્સ રદ

સબસીડીવાળા ખાતરમાં ચાલતી ગડબડી મુદ્દે રાજ્ય સરકાર એકશનમાં

(જી.એન.એસ) તા. 18

ગાંધીનગર,

રાજ્યમાં અલગ અલગ જગ્યાઓ પર સબસિડીવાળા ખાતરમાં ચાલતી ગડબડી મામલે હવે રાજ્ય સરકાર એકશનમાં આવી છે, ખાતરની 400 બોરી બારોબર વેચી નાંખવાના મામલે નોધાઇ પોલીસ ફરિયાદ કરી છે, સરકારે 214 સંચાલકો ને શો કોઝ નોટિસ પાઠવી છે. સરકારે આ મામલે 6 વિક્રેતાના લાયસન્સ રદ કર્યા છે અને બે વેપારીઓના પરવાના રદ કર્યા છે.

તેમજ ઉલ્લેખનીય છે કે ખાતરની સબસિડીમાં રાજ્યમાં ચાલી રહેલા કૌભાંડ મામલે રાજ્ય સરકારે એકશન મોડમાં જોવા મળી હતી, બારોબાર ખાતર વેચી મારતી એજન્સીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે, વડાલી મહેતા નામની એજન્સી સામે પણ ફરિયાદ નોંધાઇ છે. એજન્સીઓ દ્વારા 400 ખાતરની બોરીઓ બારોબાર વેચી નાંખવાનો મામલે સામે આવ્યા બાદ ગુજરાત સરકાર એકશન મોડમાં જોવા મળી હતી અને સત્વરે એજન્સીઓ સામે કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા હતા, અને જે એજન્સીઓએ આ કાંડ કર્યું છે તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જો તે વાત પણ નોંધનીય છે કે સબસિડીવાળા ખાતરમાં ચાલતી ગડબડીનો મામલો ઉજાગર થતા રાજય સરકારે એજન્સીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી, આ મામલે સરકારે 214 કેન્દ્રના સંચાલકોને શો કોઝ નોટિસ પાઠવી હતી,જ્યારે 54 કેન્દ્ર પર ખાતર વેચાણના ખોટા બિલ બન્યા હતા કે પછી બિલ બન્યા જ નહતા. આ સબસિડી ખાતર મામલે સઘન તપાસ કરવામાં આવતા 138 કેન્દ્ર પર ખાતરના સ્ટોકપત્રકમાં ગડબડી સામે આવી હતી. જયારે 117 કેન્દ્ર પર સ્ટોક પત્રક અને POS મશીનનો સ્ટોક મેચ ન થતું હોવાનું સામે આવ્યુ છે. અન્ય 119 કેન્દ્ર પર રજિસ્ટરમાં દર્શાવેલી બોરીઓ ગાયબ હોવાનું સામે આવ્યું હતું. સઘન તપાસમાં એ પણ ખુલ્યું કે 101 કેન્દ્રના સંચાલકોએ ગોડાઉન કયાં છે તેની જાણ ન કરી હોવાનું બહાર આવ્યું. 214 ખાતરના કેન્દ્રો પર 529 ગરબડી હોવાનું બહાર આવ્યું છે. હાલમાં 18 જિલ્લાના કુલ 904 કેન્દ્રોની તપાસ પરિપૂર્ણ કરવામાં આવી છે. તપાસ દરમિયાન સરકારે મોટી કાર્યવાગી હાથ ધરી છે. 6 વિક્રેતાઓના લાયસન્સ સસ્પેન્ડ કરાયા હતા. જ્યારે બે વેપારીઓના પરવાના રદ કરી દેવામાં આવ્યા છે.

संबंधित पोस्ट

ચેરમેન ઉપર કોંગ્રેસના કિરીટ પટેલ તેમજ દશરથ પટેલ દ્વારા ભરતી કૌભાંડ સહિત ગાંધીનગરમાં પ્લોટ અને ૮ કરોડ જેટલા ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતાં દિલીપ સંઘાણીએ સાબરકાંઠામાં આપ્યું નિવેદન

Karnavati 24 News

સુરેન્દ્રનગર ખાતે કેન્દ્રીય મંત્રી અને સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરાએ રજૂ કરેલ નવા બજેટ અંગે પોતાની પ્રતિક્રિયા આપી

Karnavati 24 News

ભારતે અમેરિકાને સંકેત આપતા કપાસની આયાત ડ્યુટી સ્થગિત કરી, કપડા ઉદ્યોગને રાહત

Gujarat Desk

Iran Nuclear Deal: અમેરિકાનું મોટું પગલું, ન્યુક્લિયર ડીલ પર વાતચીત મહત્વના તબક્કામાં પહોંચી, ઈરાન પર પ્રતિબંધોમાં પણ રાહત

Karnavati 24 News

અયોધ્યામાં વાતાવરણ ડહોળવાના ષડયંત્રનો મોટો ખુલાસો, CCTVના આધારે 7 આરોપીઓની ધરપકડ

Karnavati 24 News

દિલ્હી લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટને કારણે આગામી એક્શન થ્રિલર ફિલ્મ ‘ધૂરંધર’નો ટ્રેલર લોન્ચ ઇવેન્ટ મુલતવી

Gujarat Desk