Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણસ્થાનિક સમાચાર

ચેરમેન ઉપર કોંગ્રેસના કિરીટ પટેલ તેમજ દશરથ પટેલ દ્વારા ભરતી કૌભાંડ સહિત ગાંધીનગરમાં પ્લોટ અને ૮ કરોડ જેટલા ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતાં દિલીપ સંઘાણીએ સાબરકાંઠામાં આપ્યું નિવેદન

દેશની અગ્રગણ્ય ઇફકો તેમજ ગુજકોમાસોલના ચેરમેન ઉપર આજે કોંગ્રેસના કિરીટ પટેલ તેમજ દશરથ પટેલ દ્વારા ભરતી કૌભાંડ સહિત ગાંધીનગરમાં પ્લોટ અને ૮ કરોડ જેટલા ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતાં દિલીપ સંઘાણીએ સાબરકાંઠામાં નિવેદન આપ્યું છે કે આક્ષેપ કરવા તેમની વર્ષો જૂની પરંપરા છે.
જોકે બાંધકામમાં કરાયેલા અક્ષત પાયાવિહોણા છે ગુજરાત રાજ્યની અગ્રણી ગણાતી ગુજકોમાસોલના ચેરમેન ઉપર કોંગ્રેસના બે ધારાસભ્યોએ બનાસકાંઠામાં જમીન ખરીદી મામલે વ્યાપક ભ્રષ્ટાચાર કરાયા હોવાનો આક્ષેપ કર્યું છે સાથોસાથ ગાંધીનગરમાં લોટ ખરીદી મામલે આઠ કરોડથી વધારેનો ભ્રષ્ટાચાર કરાયા હોવાની રજૂઆત કરી છે જોકે ભરતી કૌભાંડ મામલે પણ ૧૪૦થી વધારે લોકોની નિયમ વિરુદ્ધ ભરતી કરાયા હોવાના આક્ષેપ કરાતા સહકાર આલમ સહિત સમગ્ર સરકારમાં વ્યાપક પ્રત્યાઘાત સર્જાયા છે.જોકે આ મામલે ઇડરમાં રાજકીય કાર્યક્રમમાં હાજર રહેલા દિલીપ સંઘાણીએ તમામ આક્ષેપોને વખોડ્યા હતા તેમજ કોંગ્રેસ ના ધારાસભ્યોને આડે હાથે લેતા જણાવ્યું હતું કે કોંગ્રેસની પરંપરા માત્ર આક્ષેપ-પ્રતિઆક્ષેપની છે. સાથોસાથ જમીન કૌભાંડમાં કોઈપણ પ્રકારનું ભ્રષ્ટાચાર થયો નથી તેમજ કોંગ્રેસના જે કોઈ ધારાસભ્યોએ ભ્રષ્ટાચારની વાતો કરી રહ્યા છે તે લોકો હું હાલના તબક્કે થયેલા બાંધકામ ની રકમ કરતાં બમણી રકમ માં પણ બાંધકામ કરી આપે તો સહકાર આલમ દ્વારા તેની ખરીદી કરી લેવાનું નિવેદન આપ્યું છે ત્યારે હાલમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે ગુજકોમાસોલ દ્વારા થયેલા બાંધકામને ખરીદી લેવાનું નિવેદન આપતાં હવે સમગ્ર રાજકારણમાં ગરમાવો વ્યાપ્યો છે જોકે ભ્રષ્ટાચાર સહિત ભરતી કૌભાંડ મામલે આખરી સત્ય શું છે એ તો સમય બતાવશે પરંતુ દિલીપ સંઘાણીએ આપેલા નિવેદનને પગલે રાજકારણમાં વધુ એક ગરમાવો વ્યાપ્યો છે તે નક્કી બાબત છે. દિલીપ સંઘાણી ગુજકોમાસોલ, ચેરમેન

संबंधित पोस्ट

રાજ્ય કક્ષાનો ૮મો ‘આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ’ સેમિનાર-વર્કશોપ પોરબંદર ખાતે યોજાશે

Gujarat Desk

ત્રણ વર્ષની બાળકીના દુષ્કર્મીને આજીવન કેદની સજા; 50,000 નો દંડ પણ ફટકારવામાં આવ્યો

Gujarat Desk

આજ નું પંચાંગ (20/05/2025)

Gujarat Desk

સાબરકાંઠાના પોશીના પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલને એસીબી દ્વારા 12,500 ની લાંચ લેતા ઝડપી લેવાયો

Gujarat Desk

નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ SECIના ગ્રીન એમોનિયા ટેન્ડર માટે બિડ સબમિટ કરવાની અંતિમ તારીખ લંબાવવામાં આવી

Gujarat Desk

આજ નું રાશિફળ (26/08/2025)

Gujarat Desk