Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ઈસનપુર વિસ્તારમાં થોડા દિવસ અગાઉ થયેલ હત્યાના ગુનામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો



(જી.એન.એસ) તા. 2

અમદાવાદ,

શહેરના ઈસનપુર વિસ્તારમાં લગભગ 20 દિવસ અગાઉ થયેલ હત્યાના ગુનામાં શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી હત્યાને અંજામ આપી રાજસ્થાન ભાગી ગયો હતો. આ ઉપરાંત પોતાના કપડા સળગાવી પુરાવાનો નાશ કર્યો હોવાની હકીકત પણ સામે આવી છે.

આ ઘટના બાબતે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, તા. 11 માર્ચના રોજ શહેરના ઈસનપુર વિસ્તારમાં આવેલા ચંડોળા તળાવ પાસેથી 55 વર્ષીય આધેડ પૂનમ દંતાણીની હત્યા કરવામાં આવી હતી, જે હત્યામાં ફરાર આરોપી શંકર મીણાની હિંમતનગર પાસેથી ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપી શંકરને શંકા હતી કે મૃતક પૂનમને તેની પત્ની સાથે આડા સંબંધ છે. જેને લઈ અગાઉ શંકરની તેની પત્ની અને મૃતક સાથે પણ તકરાર થઈ હતી. જોકે 11 માર્ચની રાત્રે મૃતકે આરોપીને તને પત્ની સાથેના સંબંધોને લઈને ઉશ્કેર્યો હતો. જે બાદ આરોપી શંકરે આધેડ પૂનમની હત્યા કરી ફરાર થઈ ગયો હતો.

આ મામલે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે હિંમતનગર પાસેથી આરોપી શંકરની ધરપકડ કરી તપાસ કરતા હકીકત સામે આવી કે આરોપીએ ત્રિશૂળ જેવા હથિયારથી મૃતકને 14 ઘા માર્યા હતા. આરોપીએ કાવતરા પૂર્વક હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. કારણ કે આરોપીએ હત્યા પહેલા પોતાના શરીર પર પ્લાસ્ટિક વીંટ્યુ હતુ. ઉપરાંત મૃતકને માથામાં બોથડ પદાર્થનો ઘા મારી બેભાન કર્યા બાદ મૃતકના કપડા હટાવી તિક્ષ્ણ હથિયારના ઘા માર્યા હતા. જે બાદ કપડા સરખા કરી ફરાર થઈ ગયો હતો. આ ઉપરાંત હત્યા કર્યા બાદ પોતાના પહેરેલા અને મૃતકના લોહીના ડાઘા વાળા કપડા પોતાના વતન પહોંચી સળગાવી દીધા હતા. આરોપી અને મૃતક વચ્ચે છેલ્લા કેટલાક સમયથી આ બાબતને લઈને લઈ તકરાર થતી હતી. જેથી આરોપીની પત્ની હાજર ન હતી તે સમયે હત્યાને અંજામ આપી મકાન બંધ કરીને તે ફરાર થયો હતો.

આ સમગ્ર મામલે પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપી અને મૃતક છેલ્લા 25 વર્ષથી એકબીજાની પાડોશમાં રહે છે અને બંને છૂટક મજૂરી કરતા હતા. પરંતુ હત્યા નીપજાવી આરોપી શંકર અચાનક જ મકાન બંધ કરી જતો રહેતા પોલીસને શંકા ઉપજી હતી. જેથી તેના વતન અને પરિવારના સભ્યોની પૂછપરછ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

संबंधित पोस्ट

‘SIR પર ચર્ચા માટે વિપક્ષની માંગ નકારી નથી, અમને જવાબ આપવા માટે સમય આપો’: રાજ્યસભામાં કિરેન રિજિજુ

Gujarat Desk

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને ગુજરાત વિદ્યાપીઠની “સ્વદેશી ગ્રામજીવન સ્વાવલંબન યાત્રા” અંતર્ગત ઉચ્છલ ખાતે કાર્યક્રમ યોજાયો

Gujarat Desk

સુરેન્દ્રનગર ખાતે કેન્દ્રીય મંત્રી અને સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરાએ રજૂ કરેલ નવા બજેટ અંગે પોતાની પ્રતિક્રિયા આપી

Karnavati 24 News

મોરબી સાયબર ક્રાઈમ પોલીસે રૂ.28 લાખની છેતરપીંડી કરનારને ઝડપી પાડ્યો

Gujarat Desk

આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ઘટાડા બાદ બેન્કોના NIM પર દબાણની સંભાવના…!!

Gujarat Desk

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની બહાર બનેલ ફિલ્મો અને ફર્નિચર પર ટેરિફની જાહેરાત કરી

Gujarat Desk