Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

હિંસા નાબુદી,જાતીય ભેદભાવ, મહિલાઓને કામ કાજના સ્થળે થતી જાતીય સતામણી અને સાયબર ક્રાઇમ બાબતે જાગૃતતા લાવતા કાર્યક્રમનું આયોજન કરાયું


(જી.એન.એસ) તા. ૩૧

ગાંધીનગર,

જિલ્લા મહિલા અને બાળા કચેરી ગાંધીનગર દ્રારા કર્ણાવતી યુનિવર્સિટી મગોડી ગામે મહિલાલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાલક્ષી અને મહિલા કાયદાની જાણકારી આપવામાં આવી હતી. કર્ણાવતી યુનિવર્સિટી NSS કોર્ડીનેટરશ્રી અંજલીબેન પટેલ મુખ્ય સેવિકશ્રી સ્નેહલબેન પટેલ, લીડ બેન્ક મેનેજરશ્રી અનિલભાઈ પુરોહિત હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં મગોડી ગામના સરપંચશ્રીએ ગામની મહિલાઓને તેમના પોતાના મનોબળ અને મહિલા તાકાત બાબતે ખૂબ ઉડાણ પૂર્વક અને વિસ્તૃત માહિતી આપી હતી. અને મહિલાઓને આગળ વધવાનું આહ્વાન કર્યું હતું. અને ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન- ગાંધીનગરના સ્ટાફ દ્રારા મહિલા અને બાળ વિભાગની વિવિધ યોજનાની સમજૂતી આપવામાં આવેલ અને મહિલા અને બાળ વિભાગ દ્રારા અલગ-અલગ યોજનાઓ અંતર્ગત તેના પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતુ. તથા કર્ણાવતી યુનિવર્સિટી NSS કોર્ડીનેટરશ્રી અંજલીબેન પટેલ ગામની મહિલાઓને સંબોધન કરતાં કહ્યું હતું કે, હિંસા નાબુદી,જાતીય ભેદભાવ, મહિલાઓને કામ કાજના સ્થળે થતી જાતીય સતામણી અને સાયબર ક્રાઇમ બાબતે જાગૃતતા રાખવવા માટે આહ્વાન કરેલ.

संबंधित पोस्ट

ઈસનપુર વિસ્તારમાં થોડા દિવસ અગાઉ થયેલ હત્યાના ગુનામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો

Gujarat Desk

વિશ્વ કલ્યાણ અર્થે દશેરા પર્વ પર મોડાસામાં પંદર કુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજાયો.

Admin

હાટકેશ્વર બ્રિજના કોન્ટ્રાક્ટર અજય ઈન્ફ્રાના ભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો સામે આવ્યો

Gujarat Desk

રાજ્યના ગામડાઓ ઈકોનોમી હબ બનશે ત્યારે જ વડાપ્રધાનશ્રીનું વિકસિત ભારત ૨૦૪૭નું વિઝન સાકાર થશે: ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા

Gujarat Desk

આજનું રાશિફળ (27/11/2025)

Gujarat Desk

જૂનાગઢમાં 18મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા-2026 યોજાઈ

Gujarat Desk