Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશ

વિશ્વ કલ્યાણ અર્થે દશેરા પર્વ પર મોડાસામાં પંદર કુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજાયો.

આસો નવરાત્રિ દરમિયાન સૌ ગરબા રમવામાં મશગુલ હોય છે. જ્યારે ગાયત્રી સાધકો આ નવરાત્રિના દિવ્ય ઉર્જાવાન સમયમાં સાધનાત્મક લાભાન્વિત થતાં હોય છે. ગાયત્રી પરિવારના અગ્રણી હરેશભાઈ કંસારાએ જણાવ્યાનુસાર આ આસો નવરાત્રિમાં મોડાસા ક્ષેત્રમાં અનેક ગાયત્રી સાધકો દ્વારા વિશેષ ગાયત્રી અનુષ્ઠાન સાધના કરવામાં આવી. જેમાં વિશ્વ કલ્યાણના સંકલ્પ સાથે ગાયત્રી મહામંત્રની દરરોજની ૩૦ માળા થઈ ૨૪૦ માળા એટલે નવરાત્રી દરમિયાન ૨૪૦૦૦ ગાયત્રી મહામંત્રની ઉપાસનામાં દરરોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ત્રણ ચાર વાગ્યાની આસપાસ જાગી આ બસો ઉપરાંત સાધકો દરરોજ ત્રણેક કલાક સાધનામાં લીન રહી વિશેષ સાધના કરવામાં આવી. આ ઉપરાંત બહેનો દ્વારા મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર પર દરરોજ દોઢ કલાક સામુહિક સાધના કરવામાં આવી. આ સિવાય અનેક સાધકો દ્વારા નવરાત્રિના દિવ્ય સમયમાં ગાયત્રી મંત્ર લેખન કરવામાં આવ્યું. આ તમામ સાધકો દશેરાના પવિત્ર દિવસે મોડાસાના ગાયત્રી સંસ્કાર ધામ ખાતે પંદર કુંડી ગાયત્રી મહાયજ્ઞમાં જોડાયા. ધર્માભાઈ પટેલ તથા રસિકભાઈ દરજી દ્વારા દિપ પ્રજ્વલિત કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો. કાન્તિભાઈ ચૌહાણ તથા મંજુલાબેન ચૌહાણ દ્વારા વિશેષ કલશ પૂજન કરવામાં આવ્યું .

संबंधित पोस्ट

આજે 24 માર્ચ એટલે ‘વિશ્વ ટીબી દિવસ’

Gujarat Desk

ચોમાસા પૂર્વેની અસર: બિહાર સહિત 3 રાજ્યોમાં 57ના મોત, આસામમાં પૂરથી 7 લાખ લોકો પ્રભાવિત; 21-24 મે સુધી વરસાદની ચેતવણી

Karnavati 24 News

અરવિંદ કેજરીવાલને વધુ એક મોટો ઝટકો; 15 કાઉન્સિલરોએ આપ થી જુદા પડી ‘ઇન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટી’ની કરી જાહેરાત

Gujarat Desk

ગુજરાત અને હરિયાણામાં ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓને મજબૂત બનાવવા માટે કેન્દ્રએ 15મા નાણાપંચમાંથી 730 કરોડ રૂપિયાથી વધુની ગ્રાન્ટ જાહેર કરી

Gujarat Desk

આજનું રાશિફળ (૨૨/૦૧/૨૦૨૬)

Gujarat Desk

PSU બેંકોમાં રોકાણકારોનો વિશ્વાસ વધ્યો, ખાનગી બેંકોમાં નબળાઈ…!!

Gujarat Desk