Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

દેશની રાજધાનીમાં વિધાનસભા ચૂંટણી હાર્યા બાદ આમ આદમી પાર્ટીમાં સંગઠનાત્મક ફેરફારો કર્યા



(જી.એન.એસ) તા. 21

નવી દિલ્હી,

દેશની રાજધાની દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ હવે આમ આદમી પાર્ટી સંગઠનાત્મક ફેરફારો કરી નેતૃત્વમાં નવા પ્રાણ ફૂંકવાના પ્રયાસો કરી રહી છે. આમ આદમી પાર્ટીની પોલિટિકલ અફેર્સ કમિટી(PAC)ની બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. આ બેઠક પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે થઈ હતી. પાર્ટીએ દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાને પંજાબના પ્રભારી બનાવ્યા છે. જ્યારે ગોપાલ રાયને ગુજરાતના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ગોપાલ રાયને ગુજરાતના પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે આમ આદમી પાર્ટી ગુજરાત, ગોવા અને છત્તીસગઢમાં પણ પોતાનો વિસ્તાર કરવા માંગે છે. જો આમ આદમી પાર્ટી ગુજરાત અને છત્તીસગઢમાં પોતાનું સંગઠન મજબૂત કરે તો ભાજપ કરતાં પહેલા કોંગ્રેસને ઝટકો લાગે, કારણ કે બંને રાજ્યમાં કોંગ્રેસ જ મુખ્ય વિપક્ષી દળ છે, પંકજ ગુપ્તાને ગોવાના પ્રભારી બનાવ્યા છે. જ્યારે સંદીપ પાઠકને છત્તીસગઢના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પાર્ટીએ સૌરભ ભારદ્વાજને દિલ્હીના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે. જ્યારે જમ્મુ-કાશ્મીરના પ્રમુખ પદની જવાબદારી મહારાજ મલિકને સોંપવામાં આવી છે.આ બેઠકમાં સંગઠનના મહાસચિવ સંદીપ પાઠક, મનીષ સિસોદિયા, ગોપાલ રાય, આતિશી, ઈમરાન હુસૈન, પંકજ ગુપ્તા, સાંસદો એનડી ગુપ્તા અને રાઘવ ચઢ્ઢા હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આપ દ્વારા આ ફેરફારો એવા સમયે કર્યા છે જ્યારે દિલ્હીમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે હવે પાર્ટીની સામે પંજાબને બચાવવાનો પડકાર છે. આ જ કારણ છે કે અરવિંદ કેજરીવાલે પંજાબની જવાબદારી મનીષ સિસોદિયાને સોંપી છે. ખાસ વાત એ છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોની જાહેરાત બાદ મનીષ સિસોદિયા પંજાબમાં ખૂબ જ સક્રિય હતા.

संबंधित पोस्ट

યુક્રેન પર મોટા પાયે હવાઈ હુમલો, રશિયાના જાસૂસી વડા અને CIA ડિરેક્ટર વચ્ચે ફોન પર વાતચીત

Gujarat Desk

જમ્મુ અને કાશ્મીરના યુવાનો માટે ગાંધીનગરમાં કાશ્મીરી યુવા આદાન પ્રદાન કાર્યક્રમનું ઉદ્ઘાટન કાર્યક્રમની શરુઆત

Gujarat Desk

પ્રોપર્ટી કાર્ડ બનતા લોન માટે એપ્લાય કરી શકીશ, અને ખેતીવાડીમાં જરૂરી સાધન સામગ્રી લેવામાં આર્થિક મદદ મળશે – ચૌધરી ભરતભાઈ

Gujarat Desk

અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન ભાગ: વિદેશ મંત્રાલયે ચીનની નિંદા કરી, મહિલાની અટકાયત પર ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો

Gujarat Desk

F1 race influence: 2024 Brazilian Huge Prix race competition

Gujarat Desk

ઊનાનાં ચાંચકવડ રોડ પાસે ફોટા કેમ પાડ્યા કહી યુવાન પર છરી વડે હુમલો

Karnavati 24 News