Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

5 વર્ષ થી અપહરણના આરોપીને પોલિસે ભિલોડાના વાંદીયોલ નજીકથી ઝડપ્યો

અરવલ્લી જિલ્લામાં નાસતા – ફરતા આરોપીઓને પકડવાનો સિલસિલો યથાવત છે ત્યારે વધુ એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. ઝડપાયેલ આરોપીનો અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં દબદબો હતો. 

અરવલ્લી એસપી સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર નાસતા-ફરતા આરોપીઓને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી રહી છે જીલ્લા પેરોલ ફર્લો ટીમે શામળાજી પંથકમાંથી પાંચ વર્ષ અગાઉ સગીરાનું અપહરણ કરનાર વાંદીયોલ (કાદવીયા) ગામના આરોપીને તેના ઘરેથી ઝડપી લીધો હતો 

અરવલ્લી જીલ્લા પેરોલ ફર્લો પીએસઆઈ બી.કે.ભુનાતર અને તેમની ટીમે નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા ખાનગી વોચ અને બાતમીદારો સક્રિય કરતા શામળાજી પંથકમાંથી 5 વર્ષ અગાઉ સગીરાનું અપહરણ કરનાર વાંદીયોલ(કાદવીયા) ગામનો આરોપી હિતેશ કમજી ગામેતી ઘર નજીક ડુંગરની ઝાડીઓમાં ટીમરૂના પાન વીણતો હોવાની બાતમી મળતા તાબડતોડ ડુંગર પહોંચી આરોપીને કોર્ડન કરી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

આરોપી વિરૂદ્ધ શામળાજી પોલિસ મથકે આઈ. પી. સી. કલમ 363, 366, 376 તેમજ પોક્સો એક્ટ કલમ 4, 5, 11(4), 12 મુજબ ગુનો દાખલ થયો હતો. ઝડપાયેલ આરોપી વિરૂદ્ધ પોલિસે વધુ તપાસ હાથ ધરી છે.

संबंधित पोस्ट

અમદાવાદ: ધો. 12 ભણેલાએ US, કેનેડાના વિઝાના નામે લોકો પાસે 4 વર્ષમાં 31 લાખ પડાવ્યા, 15 ગુનાનો ભેદ ઉકેલાયો

Admin

एमपी के उज्जैन में BJP विधायक पारस जैन के सामने पार्षद को चाकू घोंपा।

Admin

શુક્રવારે ગોધરા કેસ મામલે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી, સુપ્રીમ કોર્ટ આપશે ચુકાદો

Karnavati 24 News

राजस्थान के शेखावाटी क्षेत्र के कुख्यात अपराधी राजू ठेट की गोली मारकर हत्या

Admin

સુરત: સચિન જીઆઈડીસીમાં કાપડના વેપારીને 62 લાખનો ઓર્ડર આપ્યો, પછી માલ લઈ 5 ઠગ છૂમંતર

Admin

फरीदाबाद: रेहड़ी पटरी वालों से करता था हफ्ता वसूली, क्राइम ब्रांच ने किया गिरफ्तार

Admin