Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
General news

૪૨ કરોડના ખર્ચે નિર્માણ પામેલ લક્ષ્મીનગર બ્રિજને હજુ ૧૧ માસ થયા ત્યાં જોઇન્ટ્સમાંથી પાણી ટપકવાની ફરિયાદ

જૂના રાજકોટ અને નવા રાજકોટને જોડતા લક્ષ્મીનગરના નાલા પર કોર્પોરેશને 42 કરોડ રૂપિયાના ખર્ચે અન્ડરબ્રિજ બનાવ્યો છે. જેનું લોકાર્પણ ગત 26મી જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂ5ેન્દ્રભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ બ્રિજને સીએસડી જનરલ બિપીન રાવત નામ આપવામાં આવ્યું છે. 11 માસ પૂર્વે ખૂલ્લા મૂકાયેલા બ્રિજમાં પાણી ટપકી રહ્યું છે. જો કે, અધિકારીઓ એવો દાવો કરી રહ્યાં છે કે ગર્ડરના જોઇન્ટ્સમાંથી પાણી ટપકી રહ્યું છે. જે ટેકનિકલ ફોલ્ટ છે. ચિંતાનો કોઇ મોટો વિષય નથી. રેલવે વિભાગ દ્વારા ભક્તિનગર સ્ટેશન ખાતે નવા પ્લેટફોર્મનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેના બાંધકામ માટે પાણીનો વપરાશ વધુ રહે છે. આટલું જ નહિં સિમેન્ટના બાંધકામ પર સતત પાણીનો છંટકાવ કરવામાં આવતો હોવાના કારણે લક્ષ્મીનગર બ્રિજની છત પરથી અલગ-અલગ ત્રણ જગ્યાએ પાણી ટપકતું હોવાની સંભાવના જણાય રહી છે. 42 કરોડના ખર્ચે બનેલા અને 11 માસ પૂર્વે વાહન ચાલકો માટે ખૂલ્લો મૂકવામાં આવેલા બ્રિજમાં અલગ-અલગ ત્રણ સ્થળેથી પાણી ટપકતું હોવાની ફરિયાદ ઉઠતા આજે કોર્પોરેશનના અધિકારીઓની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી. હજુ કોન્ટ્રાક્ટર પર મેઇન્ટેન્શન્સની જવાબદારી હોવાના કારણે તેને પણ આ લીકેજ અંગે જાણ કરી દેવામાં આવી છે અને તાત્કાલીક અસરથી લીકેજ બંધ થાય તે માટે કામગીરી કરવા સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. અધિકારીઓ એવો પણ દાવો કરી રહ્યાં છે કે જોઇન્ટ પર ગમે તેટલી વોટર પ્રૂફીંગ માટેની કામગીરી કરવામાં આવે તો પણ જ્યારે પાણીનો ભરાવો વધુ થતો હોય ત્યારે સામાન્ય લીકેજની ઘટના બનતી હોય છે. આ એક ટેકનિકલ વિષય છે. જેમાં મોટી ચિંતા કરવા જેવું નથી. બ્રિજની ઉપર હાલ રેલવે વિભાગ દ્વારા જે બાંધકામ ચાલી રહ્યું છે તે બંધ થતાંની સાથે જ આપોઆપ લીકેજ બંધ થઇ જશે. છતાં બ્રિજના કોન્ટ્રાક્ટરને લીકેજ અંગે જાણ કરી તાત્કાલીક રિપેરીંગની સૂચના આપવામાં આવી છે.

संबंधित पोस्ट

100 મિલિયન લોકો માટે ખરાબ રહ્યું વર્ષ 2022, યુદ્ધ હિંસાને કારણે પોતાનો દેશ છોડવો પડ્યો

Admin

वाटर एंड पावर कंसल्टेंसी सर्विसेज लिमिटेड (WAPCOS) Recruitment 2023 ने Experts पदों के लिए भर्ती की प्रक्रिया शुरू, जानिए योग्यता और आवेदन प्रक्रिया।

Admin

આજ રોજ સવાર કલાક 11.01 વાગ્યાનો કૉન્ટ્રોલ મેસેજ હતો

Karnavati 24 News

महिलाओं के चूड़ियां पहनने के होते हैं कई लाभ, वैज्ञानिक महत्व के साथ आयुर्वेद में भी है जिक्र

Admin

વંથલી તાલુકાના સોનારડી ગામમાંથી વધુ એક દીપડી પાંજરે પુરાઈ હતી

Admin

નારોલ વિસ્તાર માં બોગસ ડોક્ટર નું દવાખાનું

Karnavati 24 News