Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણસ્થાનિક સમાચાર

સુરેન્દ્રનગર જીલ્લામાં ૧૫ થી ૧૮ વર્ષના બાળકનું કોરોના રસીકરણ અંગે આરોગ્ય વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પુરજોશમાં શરૂ

સુરેન્દ્રનગર જિલ્લાના ૧૫ થી ૧૮ વર્ષના અંદાજે ૪૦૦૦૦ થી વધુ બાળકોને કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા સમગ્ર રાજ્ય સાથે જીલ્લામાં પણ આગામી તા.૦૩ જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવનાર છે. જેને ધ્યાને લઇ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

…આ અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકાર દ્વારા ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને કોરોના સામે રસીકરણ કરવાની જાહેરાત કરવામાં આવી છે અને આગામી તારીખ ૦૩ જાન્યુઆરીથી બાળકોનું રસીકરણ અભિયાન શરૂ થઈ રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ જાન્યુઆરીથી ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને રસીકરણનો પ્રારંભ થશે જે અંગે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે જે અંતર્ગત જીલ્લામાં અંદાજે ૪૦૦૦૦ જેટલા બાળકોને રસી આપવામાં આવશે. જિલ્લા કલેક્ટર એ. કે. ઔરંગાબાદકર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ચંદ્રમણિ કુમારની આગેવાની હેઠળ આરોગ્ય તંત્ર દ્વારા બાળકોનું રસીકરણ શરૂ કરશે. જે માટે ૧૦૦ ટીમો તૈનાત કરવામાં આવશે અને ૮ કર્મચારીઓની ટીમમાં કુલ ૨૦૦ કર્મચારીઓ આ કામગીરીમાં જોડાશે. હાલ જિલ્લાની શાળા સંચાલકો સાથે વાતચીત ચાલી રહી છે. શાળાઓમાં રસીકરણ શરૂ કરવાની યોજના પણ બનાવવામાં આવશે જ્યાં રસીકરણ કરી શકાય.જ્યારે બાળકોને ત્રણ સ્તરે રસી આપવામાં આવશે. જેના માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા આજે તા. ૦૧ જાન્યુઆરીથી શરૂ થશે.

संबंधित पोस्ट

આજે ગુજરાતમાં 1 લાખ કરોડનું ગુજરાતનું ડેરી માર્કેટ – વડાપ્રધાન મોદી

Karnavati 24 News

આજે 5 જૂન એટલે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’

Gujarat Desk

કેન્‍દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન જયંતિભાઈ બાંભણિયાએ જમ્મુની નઈ બસ્તી વિસ્તારમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી; અખનૂરના સરહદી પર્ગવાલ વિસ્તારનો પણ પ્રવાસ

Gujarat Desk

જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગ ફરી એકવાર એક્શનમાં

Gujarat Desk

ભારત-પાકિસ્તાન સંઘર્ષ રોકવામાં અમેરિકાની ભૂમિકાના ટ્રમ્પના દાવાને વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ ફગાવી દીધા

Gujarat Desk

ખોડીયાર નગર રિવરફ્રન્ટ વિસ્તાર મા ભોજન નો કાર્યક્રમ

Karnavati 24 News