Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

સાબરકાંઠા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ને હથિયાર તસ્કરી મામલે મોટી સફળતા મળી

(જી.એન.એસ) તા. ૨૧

(જીતુ ઉપાધ્યાય)

સાબરકાંઠા પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ને ગુનાખોરી ડામવા કરવામાં આવતા પ્રયાસોમાં એક મોટી સફળતા મળી છે, જેમાં ખેડબ્રહ્માની ખેડવા ચેકપોસ્ટ પરથી SOGની ટીમે ફિલ્મી ઢબે ત્રણ પિસ્તોલ અને મેગઝીન સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. ATS ચાર્ટરની કામગીરી દરમિયાન પકડાયેલા આ હથિયારો રાજસ્થાન તરફથી લાવવામાં આવતા હોવાનું સામે આવ્યું છે.

મીડિયા સુત્રો થકી મળતી વિગતો અનુસાર, સાબરકાંઠા SOGની ટીમ ATS ચાર્ટરની કામગીરી હેઠળ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ખેડવા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગની કામગીરી ચાલી રહી હતી. ત્યારે રાજસ્થાન પાસિંગનું એક શંકાસ્પદ બાઈક આવતા પોલીસે તેને અટકાવ્યું હતું. બાઈક પર સવાર બે શખ્સોની હિલચાલ શંકાસ્પદ જણાતા પોલીસે તેમના થેલાની તલાશી લીધી હતી.

આ મામલે પોલીસની તપાસમાં થેલામાંથી 3 નંગ પિસ્તોલ અને1 મેગઝીન મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. SOG એ તાત્કાલિક અસરથી હથિયાર, બાઈક અને બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 1.50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ મામલે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે હથિયાર સાથે પકડાયેલા બે શખ્સો અને આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક ફરાર શખ્સ મળી કુલ ત્રણ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓને વધુ તપાસ માટે ખેડબ્રહ્મા પોલીસને સોંપવામાં આવ્યા છે.

संबंधित पोस्ट

‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી‘: ભાજપના ‘આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન’ અંતર્ગત ગાંધીનગર શહેર ભાજપની કાર્યશાળા યોજાઈ

Gujarat Desk

નવી દિલ્હીમાં 42મી વૈચારિક ક્રાંતિ શિબિરનું સમાપન : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો યુવાનોને વૈદિક મૂલ્યો આધારિત જીવન જીવવાની શીખ

Gujarat Desk

 અંબાલાલ પટેલની આગાહી, ડિસેમ્બરના અંત સુધી રાજ્યમાં પડી શકે છે કમોસમી વરસાદ

Karnavati 24 News

લક્ષાંક સામે જિલ્લામાં 2 દી’માં 40109 બાળકો રસી લેતાં 50 ટકા રસીકરણ પૂર્ણ

Karnavati 24 News

આ વર્ષે બટાકાની ખેતી જમીનમાં નહીં હવામાં કરો! આ ટેક્નોલોજીથી ઉત્પાદનમાં 12%નો વધારો થશે

Admin

તેલંગાણાના મુખ્યમંત્રીનું આવનારા 10 વર્ષમાં $1 ટ્રિલિયન રાજ્ય અર્થતંત્ર બનાવવાનું આયોજન

Gujarat Desk