Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

 અંબાલાલ પટેલની આગાહી, ડિસેમ્બરના અંત સુધી રાજ્યમાં પડી શકે છે કમોસમી વરસાદ

રાજ્યમાં લઘુતમ તાપમાનનો પારો ગગડતા કડકડતી ઠંડી પડી રહી છે. ગુજરાતમાં ડિસેમ્બરના એન્ડમાં વધુ ઠંડી અનુભવાય છે. રાજ્યમાં ઉત્તર-પૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે ત્યારે હવામાન વિભાગે આગામી 24 કલાકમાં કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે.

અંબાલાલ પટેલે કહ્યુ કે, દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 22 ડિસેમ્બરથી 30 ડિસેમ્બરમાં ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદ પડશે. જેની અસર રાજ્યના વાતાવરણ પર થશે.

રાજ્યમાં પૂર્વ ગુજરાત, ઉત્તર-મધ્ય ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં માવઠું પડવાની શક્યતા છે. બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ થતાં અને અરબ સાગરમાં ભેજ આવતા તેની અસર રાજ્યમાં થશે. 22 ડિસેમ્બરથી વાદળો છવાઇ જવાની શક્યતા છે. ધીમે ધીમે વધુ વાદળો છવાતા રાજ્યમાં 24 ડિસેમ્બર બાદ માવઠું થવાની શક્યતા છે. વાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદ વચ્ચે તાપમાન ઘટવાની શક્યતાને કારણે ઠંડીનો ચમકારો જોવા મળશે.  ઠંડી અને કમોસમી વરસાદનો રાઉન્ડ આવવાની શક્યતા છે.

संबंधित पोस्ट

હરિયાણા પંજાબ થી આવેલ ધાર્મિક અગ્રનિયું નું ઇન્ટરવયૂ

Karnavati 24 News

સુરક્ષા માટે સરકાર પ્રતિબદ્ધ; રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં ૪૭ હજારથી વધુ રજૂઆતોનું સુખદ નિવારણ

Gujarat Desk

કડકડતી ઠંડી માટે તૈયાર રહેજા !!! ઉતરના રાજ્યોમાં હિમ-વર્ષા પડશે, તો દક્ષિણમાં વરસાદી ઝાપટાં પડવાની આગાહી

Admin

મિનેસોટાના 2 ધારાસભ્યોને શંકાસ્પદ લક્ષ્યાંકિત હુમલામાં ગોળી મારી, ભૂતપૂર્વ સ્પીકર મેલિસા હોર્ટમેનનું મોત

Gujarat Desk

નિફટી ફ્યુચર ૨૫૩૦૩ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

Gujarat Desk

 સુરતના ગોદાવાડી ગામે પ્રગતિશીલ યુવા ખેડૂતોએ અપનાવી મલ્ટીલેયર ફાર્મિંગ પદ્ધતિ, બે એકર જમીનમાં 10 પાક ઉગાડી 10 લાખની આવક ઊભી કરી

Karnavati 24 News