Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને બિનસરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪

બંને ભરતીમાં કામચલાઉ શાળા ફાળવણી (Provisional School Allotment) થયેલ હોય તેવા ઉમેદવારો માટેની સૂચના

(જી.એન.એસ) ત. 21

ગાંધીનગર,

રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી- 2024 અન્વયે રાજ્યના નિયત લાયકાત ધરાવતા વધુમાં વધુ ઉમેદવારો શિક્ષણ સહાયક તરીકે જોડાઈ શકે તે હેતુથી ઓનલાઈન શાળા પસંદગી તા.૦૬/૦૬/૨૦૨૫ થી તા.૧૦/૦૬/૨૦૨૫ સુધી એકસાથે આપવામાં આવેલ હતી. ઉમેદવારોએ આપેલ શાળા પસંદગી અનુસાર તેઓને મેરીટ કમ પ્રેફરન્સ મુજબ તા.૨૧/૦૬/ ૨૦૨૫ના રોજ કામચલાઉ શાળા ફાળવણી (Provisional School Allotment) જાહેર કરવામાં આવેલ છે.જેમાં કેટલાક ઉમેદવારોને સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં મેરીટ કમ પ્રેફરન્સ મુજબ બંને ભરતીમાં શાળા ફાળવણી થયેલ છે. આવા ઉમેદવારોને બંને ભરતીમાંથી જે ભરતીમાં ફળવાયેલ શાળા વધુ અનુકૂળ હોય તે ભરતીની શાળામાં હાજર થવા માટે સંમતિ આપવાની રહેશે અને પસંદગી કરેલ ભરતી સિવાયની ભરતીમાંથી ઉમેદવારીનો હક જતો કરવાનો રહેશે.

કામચલાઉ શાળા ફાળવણીમાં સમાવેશ થવાથી નિમણૂકનો હક પ્રસ્થાપિત થતો નથી.

બંને ભરતીમાં કામચલાઉ શાળા ફાળવણી થયેલ હોય તેવા ઉમેદવારોએ જે ભરતીની ઉમેદવારીનો હક જતો કરવા માટે સંમતિ આપેલ હશે તે ભરતીમાંથી તે ઉમેદવારોને બાદ કરી; બાકી રહેલ ઉમેદવારોને મેરિટ કમ પ્રેફરન્સ મુજબ શાળા ફાળવણીનો લાભ આપી FINAL ALLOTMENT કરવામાં આવશે. FINAL ALLOTMENTમાં ફળવાયેલ શાળામાં ઉમેદવારોને નિમણૂક આપવા અંગે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

સરકારશ્રીનો ક્રમિક ભરતીનો ઉદ્દેશ્ય સિધ્ધ કરી શકાય, તેમજ રિપીટેશન અટકાવી મહત્તમ ઉમેદવારોને ભરતીમાં સમાવી શકાય તે હેતુથી ઉપરોક્ત સૂચવેલ પ્રક્રિયા મુજબ જે ઉમેદવારોએ હાજર થવા માટેની કોઇ પણ એક ભરતીની ઓનલાઈન પસંદગી આપેલ નહીં હોય તેવા ઉમેદવારોને અત્રેથી ભરતી પસંદગી સમિતિ દ્વારા એક ભરતીમાં શાળા ફાળવવામાં આવશે અને અન્ય ભરતીની ઉમેદવારી બાદ કરવામાં આવશે તે દરેક ઉમેદવારે સ્વીકારવાનું રહેશે. ત્યારબાદ આ બાબતે કોઈ લેખિત કે મૌખિક રજુઆત ધ્યાને લેવામાં આવશે નહીં. જેની દરેક ઉમેદવારે ખાસ નોંધ લેવી.

संबंधित पोस्ट

અમદાવાદ ના મેમનગરમાં બેફામ કારચલકે એક સાથે 5-6 વાહનોને અડફેટે લીધા; 2 લોકો ઇજાગ્રસ્ત

Gujarat Desk

શહેરના રિંગરોડ સ્થિત સબજેલની જમીન ઉપર પાલિકાના નવા વહીવટી ભવનને રાજ્ય સરકારે મંજૂરીની મ્હોર મારી

Karnavati 24 News

સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડ પરની પેપર મિલમાં લાગેલી આગ અઢાર કલાક બાદ કાબૂમાં આવી

Gujarat Desk

રજા છે અને નહીં જઈએ તો ચાલશે! એવું નહીં વિચારતા દેશ પ્રત્યે પોતાની લાગણી અને પ્રેમ દર્શાવવા સૌ અધિકારી કર્મચારીઓને સહ પરિવાર દેશભક્તિના મહાપર્વમાં હાજર રહેવા કલેકટરશ્રીનો અનુરોધ

Gujarat Desk

જાસૂસીના ભય છતાં, યુકેએ યુરોપમાં તેના સૌથી મોટા દૂતાવાસ માટે ચીનની યોજનાને મંજૂરી આપી

Gujarat Desk

ગુજરાત યુનિવર્સિટીના સફાઈ અભિયાન સમયે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલને મળી દારુની ખાલી બોટલ

Gujarat Desk