Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ગુજરાત યુનિવર્સિટીના સફાઈ અભિયાન સમયે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલને મળી દારુની ખાલી બોટલ

(જી.એન.એસ) તા.25

અમદાવાદ,

પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતી નિમિત્તે ગુજરાત યુનિવર્સિટીમાં સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ નિમિત્તે યોજાયેલા ‘સ્વચ્છતા એ જ સંકલ્પ’ માં દારૂની ખાલી બોટલ મળી આવતા નવો વિવાદ ઉભો થયો છે. 

આ બાબતે મીડિયા સુત્રો થકી મળતી માહિતી મુજબ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નિરજા ગુપ્તા અને મંત્રી ઋષિકેશ પટેલ સહિતના મહાનુભાવો આ કાર્યક્રમમાં હાજર હતા. તે સમયે, સફાઈ કરી રહેલા રાજ્યમંત્રી ઋષિકેશ પટેલને એક ઝાડ પાસે દારૂની ખાલી બોટલ મળી આવી હતી. તેમણે તરત જ આ બોટલ ઉપાડીને ધીમેથી  કુલપતિ ડૉ. નિરજા ગુપ્તાને આપી દીધી હતી. નિરજા ગુપ્તાએ મીડિયાની નજરથી દૂર રહેવા માટે તે બોટલને બે પાણીની ખાલી બોટલોથી ઢાંકીને કચરાપેટીમાં નાખી દીધી હતી. આ ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ હતી. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 

આ ઘટનાનો વીડિયો વાઇરલ થતાં લોકો બોટલને લઈ અલગ-અલગ તર્ક આપી રહ્યા છે. જ્યારે, NSUI એ આ ખાલી બોટલ દારૂની હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે અને આ મામલે યુનિવર્સિટી તંત્ર અને સરકાર પાસે જવાબ પણ માગ્યો છે.

संबंधित पोस्ट

દેશ-દુનિયામાં આવતા ભૂકંપ સામે અર્લી વોર્નિંગ અને સંશોધન માટે આ વૈશ્વિક પરિષદ મહત્વની ભૂમિકા ભજવશે-મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયા

Gujarat Desk

સોડિયમ નાઇટ્રાઇટ પાણીમાં પીવડાવી પુત્રની હત્યા કરનાર પિતાને ઝડપી પાડતી અમદાવાદ પોલીસ

Gujarat Desk

નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ 20મી ફેબ્રુઆરીએ વર્ષ 2025-26નું બજેટ રજૂ કરશે

Gujarat Desk

કાનપુર હિંસા પર સપાના ધારાસભ્યોએ અખિલેશને રિપોર્ટ સુપરત કર્યો: ભાજપ પર એકપક્ષીય કાર્યવાહીનો આરોપ, પક્ષના નેતાઓ હિંસા પ્રભાવિત વિસ્તારની મુલાકાત લેશે

Karnavati 24 News

અમદાવાદ SOGએ 11 લાખના એમડી ડ્રગ્સ સાથે 3 આરોપીઓની ધરપકડ કરી

Gujarat Desk

અંકલેશ્વર નગર પાલિકા ખાતે ત્રિમાસિક સામાન્ય સભામાં સર્વાનુમતે ૩૪ કામો સર્વાનુમતે મંજુર કરાયા હતા.

Admin